News of Friday, 6th December 2024
સૌથી વૃદ્ધ જંગલી પક્ષી બન્યું ‘મા', ૭૪ વર્ષની ઉંમરે આપ્યુ ઈંડુ
વૈજ્ઞાનિકો પણ નવાઇ પામ્યા ! વિસ્ડમ નામનું આ પક્ષી લિસન અલ્બાટ્રોસ પ્રજાતિનું છે. તેને હવાઈના મિડવે એટોલ નેશનલ વાઈલ્ડલાઈફ પાર્કમાં રાખવામાં આવ્યું છે : આ અઠવાડિયે તેણે ઈંડું મૂકયું અને તેના પાર્ટનર સાથે પણ જોવા મળ્યું હતું

લંડન, તા.૬: જેમ સ્ત્રીઓની ઉમર વધતી જતી હોય છે તેમ બાળકોને જન્મ આપવાની શકયતાઓ ઘટતી જાય છે. વળદ્ધ થતા સુધીમાં તો, ગર્ભ ધારણ કરવાના કોઈ ચાન્સ રહેતા નથી. તેવી જ રીતે પશુ-પક્ષીઓ વળદ્ધ થઈને બાળકોને જન્મ આપી શકતા નથી. જોકે, એક પક્ષીએ ચમત્કાર કરી બતાવ્યો છે. દુનિયાનું સૌથી વળદ્ધ જંગલી પક્ષી માતા બની ગયું છે. તેની ઉંમર ૭૪ વર્ષ છે. નવાઈની વાત એ છે કે, આ પ્રજાતિના પક્ષીઓ વધુમાં વધુ ૪૦ વર્ષ જીવે છે, પરંતુ આ પક્ષી આટલા લાંબા સમયથી જીવતું હતું અને હવે માતા પણ બની ગયું છે.
બીબીસીના અહેવાલ મુજબ વિસ્ડમ નામનું આ પક્ષી લાયસન અલ્બાટ્રોસ પ્રજાતિનું છે. તેને હવાઈના મિડવે એટોલ નેશનલ વાઇલ્ડલાઇફ પાર્કમાં રાખવામાં આવ્યું છે. આ અઠવાડિયે તેણે એક ઈંડું મૂકયું હતું અને તે તેના પાર્ટનર સાથે પણ જોવા મળ્યું હતું. ડેઈલી સ્ટાર અનુસાર, આ પ્રજાતિના પક્ષીઓ ૧૨ થી ૪૦ વર્ષ સુધી જીવે છે. પરંતુ એવો દાવો કરવામાં આવે છે કે વિસ્ડમ પ્રથમ વખત ૧૯૫૬માં મળી હતી અને તે પછી જ તેણીને ટેગ લગાવવામાં આવ્યો હતો. ત્યારે તેણી ૫ વર્ષની હતી. તેનો ટેગ નંબર Z333 છે.
આ પક્ષીએ અગાઉ ૨૦૨૧માં છેલ્લું ઈંડું મૂકયું હતું. એવું માનવામાં આવે છે કે તેણીએ તેના જીવનકાળમાં લગભગ ૩૦ બાળકોને જન્મ આપ્યો છે. યુએસ ફિશ એન્ડ વાઇલ્ડલાઇફ સર્વિસે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, ‘આ વર્ષે વિસ્ડમ નવા પાર્ટનર સાથે છે. તેનો જૂનો પાર્ટનર એકિયાકામાઈ કેટલાક વર્ષોથી જોવા મળ્યો નથી.' એવું માનવામાં આવે છે કે આ પ્રજાતિના પક્ષીઓ ફક્ત એક જ પાર્ટનર સાથે મેટિંગ કરે છે, પરંતુ વિસ્ડમના અત્યાર સુધીમાં ૩ પાર્ટનર રહી ચૂકયા છે.
વૈજ્ઞાનિકો માને છે કે, તેઓ અન્ય કોઈ એવા પક્ષી વિશે નથી જાણતા જે વિસ્ડમની ઉંમર જેટલું હોય. તેનાથી નાનું પક્ષી ૪૫ વર્ષનું છે. વિસ્ડમને સૌથી પહેલા ૧૯૫૬માં શોધવામાં આવ્યું અને ટેગ કરવામાં આવ્યું હતું, જ્યારે તેણે ઈંડું મૂકયું હતું. આ પ્રજાતિના પક્ષીઓ ૫ વર્ષની ઉંમર પહેલા પ્રજનન કરતા નથી. મિડવે એટોલ હવાઇયન દ્વીપસમૂહનો ભાગ છે પરંતુ તે યુએસ રાજ્ય હવાઈ હેઠળ આવતો નથી. અલ્બાટ્રોસની સૌથી વધુ વસ્તી આ સ્થળે જોવા મળે છે
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
