<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th December 2024

૧૦૦ વર્ષના દાદાએ ૧૦૨ વર્ષની દાદી સાથે લગ્ન કર્યા અને વર્લ્‍ડ રેકોર્ડ બની ગયો

ન્‍યુયોર્ક, તા.૯: અમેરિકાના ઘરડાઘરમાં ૧૦૦ વર્ષના દાદા બર્ની લિટમૅન અને ૧૦૨ વર્ષનાં દાદી માર્જોરી ફિટમૅને લગ્ન કર્યાં છે. લગ્ન તો ૩ મેએ થયાં હતાં પણ હમણાં જ ૩ ડિસેમ્‍બરે ગિનેસ વર્લ્‍ડ રેકૉર્ડ્‌સમાં તેમને સ્‍થાન મળ્‍યું છે, કારણ કે આ બન્‍નેની કુલ ઉંમર ૨૦૨ વર્ષ અને ૨૭૧ દિવસની છે અને એટલે તે વિશ્વનું સૌથી વયોવળદ્ધ નવયુગલ બન્‍યું છે. બન્‍નેના પ્રથમ બેટરહાફના મળત્‍યુ પછી તેઓ ઘરડાઘરમાં રહેવા આવી ગયાં હતાં. બન્‍ને પેન્‍સિલ્‍વેનિયા યુનિવર્સિટીમાં સાથે જ ભણતાં હતાં. બર્ની દાદાએ એન્‍જિનિયરિંગ અને માર્જોરી દાદીએ એજ્‍યુકેશન ફીલ્‍ડ પસંદ કર્યું હતું. એ વખતે બન્‍નેને સ્‍વપ્નેય ખ્‍યાલ નહોતો કે સદી વટાવ્‍યા પછી લગ્ન કરશે. ગિનેસ વર્લ્‌ડ રેકૉર્ડ્‌સના બ્‍લૉગપોસ્‍ટ પ્રમાણે ‘બર્ની અને માર્જોરી? પહેલી વાર કૉસ્‍ચ્‍યુમ પાર્ટીમાં મળ્‍યાં અને એકબીજાં સાથે ભળી ગયાં, પ્રેમ થઈ ગયો. ઘરડાઘરમાં સાથે રહેવાથી સંબંધ ગાઢ બન્‍યો હતો.

(9:36 AM IST)