તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th December 2024
સીરિયામાં સત્તાપલટો થતા જ અમેરિકાએ કરી એરસ્ટ્રાઇક

નવી દિલ્હી: અસદ સરકારના પતન બાદ સીરિયામાં અમેરિકા અને ઈઝરાયલ હાવી થઈ ગયું છે. અમેરિકાએ સીરિયામાં હાજર ISIS હેઠળ 75 ઠેકાણા પર હુમલા કર્યા છે. વળી, ઈઝરાયલે પણ આશરે 100થી વધારે ઠેકાણા પર હુમલા કર્યાં છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)ના એક વરિષ્ઠ અધિકારીએ જાણકારી આપી કે, અમારા વિમાને આતંકવાદી સમૂહના 75થી વધારે ઠેકાણા પર સ્ટ્રાઇક કરી છે. અમેરિકાએ દાવો કર્યો કે, આ હુમલા અસદ સરકારના પતન બાદ સીરિયામાં ફેલાયેલી અશાંતિને જોતા કરવામાં આવ્યા છે, જેથી તેનો ફાયદો ISIS ન ઉઠાવી શકે. બીજી બાજું ઈઝરાયલ પણ સીરિયામાં હુમલો કરી રહ્યું છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)ના એક વરિષ્ઠ અધિકારીએ જાણકારી આપી કે, અમારા વિમાને આતંકવાદી સમૂહના 75થી વધારે ઠેકાણા પર સ્ટ્રાઇક કરી છે. અમેરિકાએ દાવો કર્યો કે, આ હુમલા અસદ સરકારના પતન બાદ સીરિયામાં ફેલાયેલી અશાંતિને જોતા કરવામાં આવ્યા છે, જેથી તેનો ફાયદો ISIS ન ઉઠાવી શકે. બીજી બાજું ઈઝરાયલ પણ સીરિયામાં હુમલો કરી રહ્યું છે. અમેરિકન અધિકારીએ કહ્યું, 'રાષ્ટ્ર પ્રમુખના આદેશ પર, અમે ISIS લડવૈયાઓ અને નેતાઓના એક મહત્ત્વપૂર્ણ સમૂહને નિશાનો બનાવ્યો.' પેંટાગનના નિવેદનમાં કહેવામાં આવ્યું કે, આ હુમલા સટીક હતાં અને અમને નથી લાગતું કે, તેમાં કોઈ નાગરિકને નુકસાન પહોંચ્યું છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ અનુસાર, અમેરિકન સેના હજુ પણ સ્ટ્રાઇકથી થયેલા નુકસાનની આકરણી કરી રહી છે.
(6:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
