News of Tuesday, 10th December 2024
અસદની જેલમાં આપવામાં આવતી હતી નરક કરતા પણ ભયાનક મોત

નવી દિલ્હી: સીરિયામાં બળવાખોરોએ ગૃહયુદ્ધ કરીને રાષ્ટ્રપતિ બશર અલ-અસદની સરકાર ઉખેડી ફેંકી છે. અસદ હાલ રશિયાના મોસ્કો શહેરમાં આશરો લઈ રહ્યા છે. સીરિયાના લોકોએ પણ રસ્તા ઉપર ઉતરી આવી તખ્તાપલટની ઉજવણી કરી છે. બળવાખોરોએ સીરિયાના દમિશ્ક શહેરને પણ કબજે કરી લીધું છે અને તેઓએ અહીં એક ‘ભયાનક જગ્યા’ એટલે અસદની ડરાવની જેલ જોયા બાદ ચોંકી ગયા છે. બળવાખોરોએ સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ અસદના નરક લોક એટલે કે જેલમાં પ્રવેશ કર્યો છે, જ્યાં તેઓ ‘લાશ કચડવાનું મશીન, લોહીના નિશાન, લાશોનો ઢગલો અને અંડરગ્રાઉન્ડ જેલની નરક જેવી સ્થિતિ જોઈ ફફડી ગયા છે. અસદ સીરિયા છોડીને જતો રહ્યો છે, જોકે તેણે લાખો લોકોને અસહ્ય યાતનાઓ આપી મોતને ઘાટ ઉતાર્યા છે અને આ ભયાનક નિશાનો આજે પણ સીરિયાની જેલમાં જોવા મળી રહ્યા છે. બળવાખોરોએ દમિશ્કમાં કબજો કર્યા બાદ જેલમાં યાતનાઓ ભોગવી રહેલા લોકોને કાઢવાનું શરૂ કર્યું છે. આ દરમિયાન તે લોકો જેલની સ્થિતિ જોઈને ચોંકી ગયા છે. જેલમાં અનેક ડરામણી વસ્તુઓ જોવા મળી છે. સૌથી ભયાનક સ્થિતિ સિડનાયા જેલમાં જોવા મળી છે, જ્યાં લાશ કચડી નાખવાનું ‘પ્રેસ’ મળી આવ્યું છે.
(6:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
