News of Tuesday, 10th December 2024
સ્વેટર-જર્સી પર લાગેલ રેસાને દૂર કરવા અપનાવો આ ટ્રિક્સ

નવી દિલ્હી: શિયાળાની આકરી અસર દેખાવા લાગી છે અને તેની સાથે જ તમામ ઘરોમાં વૂલન કપડાં અને શાલ વગેરે બહાર આવી ગયા છે. ક્યારેક ઊની કપડાં અથવા શાલ પર ગોળીઓ વળી જાય છે એટલે કે લિન્ટ અથવા ફઝ દેખાય છે. જો કપડાં યોગ્ય રીતે ન ધોવામાં આવે અથવા યોગ્ય રીતે જાળવણી ન કરવામાં આવે તો આવું થઈ શકે છે. આથી આવા ગોળીઓ વળી ગયેલા ગરમ કપડાં ખૂબ જ ખરાબ દેખાય છે. તેમજ સ્વેટર અને શાલ જેવા વૂલન કપડા પર આવેલા ફઝ ફેબ્રિકને નુકસાન પહોંચાડી શકે છે. પરંતુ ગભરાશો નહીં, આ ફઝ દૂર કરવાની ઘણી સરળ રીતો છે. જેના વિષે આજે જાણીશું. રેઝર: ગરમ કપડાં પર જે ગોળીઓ વળેલી છે તેને દૂર કરવા માટે તમે જૂના અથવા સસ્તા રેઝરનો ઉપયોગ કરી શકો છો. કાપડને સપાટ સપાટી પર મૂકો અને લિન્ટની વિરુદ્ધ દિશામાં હળવા હાથે રેઝર ફેરવવો. તેમજ ધ્યાનમાં રાખો કે ખૂબ સખત દબાણથી ફેબ્રિકને નુકસાન થઈ શકે છે.
સ્ટીકી ટેપ: ડક્ટ ટેપ અથવા સેલોટેપનો એક નાનો ટુકડો લો અને તેને ફઝવાળા ફેબ્રિક પર ચોંટાડો. ત્યારબાદ ધીમેધીમે ખેંચીને ટેપને દૂર કરો. આ પદ્ધતિ નાના રૂછા દૂર કરવા માટે સારી છે.
ક્લોથ બ્રશ: ગરમ કપડાં પર રૂછા દૂર કરવા માટે તમે ખાસ ક્લોથ બ્રશ અથવા જૂના ટૂથબ્રશનો પણ ઉપયોગ કરી શકો છો. હળવા હાથે ગરમ કપડાં પર બ્રશ ચલાવો જેથી રૂછા દૂર થઈ જાય.
(6:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
