News of Wednesday, 11th December 2024
જો તમે પણ દુબઇ ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છો તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો

નવી દિલ્હી: સંયુક્ત આરબ અમીરાત (UAE) દ્વારા હાલમાં જ પર્યટકો માટે પોતાના વિઝા નિયમોમાં મોટા બદલાવ કરવામાં આવ્યા છે. વિઝાના નિયમોમાં થયેલા ફેરફારના કારણે ભારતીય પર્યટકોને વિઝા મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. હવે દુબઈ જવા માટે વિઝા મેળવવું સરળ નથી. પહેલાં આશરે 99% વિઝાનો સ્વીકાર કરી લેવાતો હતો, પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. વિઝાની અરજીઓના અસ્વીકારમાં ઘણો વધારો જોવા મળ્યો છે. પહેલાં જ્યાં વિઝાની અરજીનો અસ્વીકાર થવાનો દર 1-2 ટકા હતો, તે હવે 5-6 ટકા સુધી પહોંચી ગયો છે. મળતી માહિતી મુજબ, 100 વિઝા અરજીમાંથી દરરોજ 5-6 વિઝા અરજી નકારી દેવામાં આવે છે. આ નવી સ્થિતિને કારણે પર્યટકોને ન ફક્ત વિઝા ફીનું નુકસાન થાય છે, પરંતુ તેઓએ જે વિમાનની ટિકિટ અને હોટલની બુકિંગ પહેલાંથી કરી દીધી હોય, તેના પર પણ આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. પર્યટક વિઝા અરજીને લઈને યુએઈએ જે કડક નિયમ બનાવ્યા, તે અનુસાર મુસાફરોએ પોતાની રિટર્ન ટિકિટની કૉપી ઇમીગ્રેશન ડિપાર્ટમેન્ટની વેબસાઇટ પર અપલોડ કરવી પડશે. આ પહેલાં ઍરપૉર્ટના અધિકારીઓ આ દસ્તાવેજો તપાસતા હતા. પર્યટકોએ હોટલ રિઝર્વેશનનું પ્રમાણ આપવું પડશે. જો પર્યટક પોતાના પરિવારો સાથે રોકાવા ઇચ્છે છે, તો તેઓએ પોતાના યજમાન પાસેથી ત્યાં રોકાણનું પ્રમાણપત્ર પણ જોડવું પડશે. આ સિવાય પર્યટકો પાસેથી એ વાતની પણ આશા રાખવામાં આવી છે કે, તેમની પાસે દુબઈમાં ફરવા માટે પર્યાપ્ત પૈસા છે, જેના માટે પર્યટકોએ બૅન્ક સ્ટેટમેન્ટ અથવા સ્પૉન્સરશિપ લેટર બતાવવું પડશે.
(5:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
