<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

રશિયાએ યુક્રેન પર 93 ક્રુઝ સહીત બેલિસ્ટિક મિસાઇલથી હુમલો કર્યો હોવાની માહિતી

નવી દિલ્હી: રશિયાએ શુક્રવારે યુક્રેન પર ૯૩ ક્રૂઝ અને બેલેસ્ટિક મિસાઇલો અને લગભગ ૨૦૦ ડ્રોનથી ભીષણ હવાઇ હુમલો કર્યો હતો તેમ યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકીએ એક નિવેદનમાં જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે લગભગ ત્રણ વર્ષ પહેલા રશિયન આક્રમણ શરૃ થયા પછી આ હુમલો દેશની ઉર્જા સંસ્થાઓ કરવામાં આવેલા ભીષણ હવાઇ હુમલા પૈકીનો એક છે. યુક્રેનની સંરક્ષણ પ્રણાલીએ ૧૧ ક્રૂઝ મિસાઇલ સહિત ૮૧ મિસાઇલોને તોડી પાડી હતી. આ વર્ષની શરૃઆતમાં પશ્ચિમી દેશોની તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવેલ એફ-૧૬ યુદ્ધ વિમાનોથી આ મિસાઇલોને રોકવામાં આવી હતી. ઝેલેન્સકીએ ટેલિગ્રામ પર પોતાની ચેનલ પર જણાવ્યું હતું કે રશિયા લાખો લોકોને આતંકિત કરી રહ્યું છે. તેમણે એક વાર ફરી પશ્ચિમી દેશોને રશિયાના પ્રમુખ પુતિનની વિરુદ્ધ એક થવાની અપીલ કરી હતી.
ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે વિશ્વની તરફથી એક જોરદાર પ્રતિક્રિયા, એક ભીષણ હુમલાની જરૃર છે. આતંકવાદને રોકવાનો આ જ એક માત્ર ઉપાય છે. બીજી તરફ મોસ્કોમાં રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે રશિયન સેનાએ યુક્રેનમાં મહત્ત્વપૂર્ણ ઇંધણ અને ઉર્જા સંસ્થાઓ પર લાંબા અંતર સુધી સચોટ હુમલો કરનારી મિસાઇલો અને ડ્રોનનો ઉપયોગ કર્યો હતો.

 

(5:30 PM IST)