તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 14th December 2024
જાણો વોટ્સએપ ગ્રુપ કોલમાં આવેલ નવા ફીચર્સ વિશે

નવી દિલ્હી : વોટ્સએપનો ઉપયોગ ખૂબ જ થાય છે. હાલ ડિસેમ્બર ચાલી રહ્યો છે અને ફેસ્ટિવલ સીઝન છે. નવું વર્ષ પણ હવે નજીક છે, તેથી યુઝર્સ તેમના દૂર બેસેલા સંબંધીઓ સાથે વોટ્સએપ કોલ દ્વારા સંપર્કમાં રહે છે. વોટ્સએપે તાજેતરમાં તેના બ્લોગમાં જણાવ્યું છે કે તેણે ફોન કોલ્સની ગુણવત્તામાં સુધારા કર્યા છે. પહેલાં, જ્યારે યુઝર ગ્રૂપ કોલ કરતો, ત્યારે તે ગ્રૂપમાં દરેક વ્યક્તિને ફોન કોલ જતો હતો. હવે, એમાં સુધારો કરવામાં આવ્યો છે. કોઈપણ યુઝર, કોઈપણ ગ્રૂપમાં, કોને કોને કોલ કરવામાં આવે તે હવે પસંદ કરી શકશે. એટલે કે, જો ગ્રૂપમાં કોઈ વ્યક્તિને ફોન ન કરવો હોય, તો હવે તે શક્ય છે. આથી, કોઈપણ યુઝર હવે તેમના ગ્રૂપમાં મનગમતી વ્યક્તિને જ ફોન કરી શકશે. ગ્રૂપની વ્યક્તિઓ સાથે કોઈ મુદ્દે ચર્ચા કરવી હોય અને એમ છતાં દરેકને સામેલ ન કરવો હોય, તો આ ફીચર ખૂબ જ ઉપયોગી છે. વોટ્સએપ દ્વારા આ સાથે જ અન્ય ફીચર્સ પણ લોન્ચ કરવામાં આવ્યા છે. વીડિયો કોલ્સ દરમ્યાન હવે ઇફેક્ટસ પહેલાથી વધુ થઈ ગઈ છે. વીડિયો કોલ માટેની ઇફેક્ટસની સંખ્યા હવે દસ થઈ ગઈ છે. આ સાથે જ ડેસ્કટોપ વર્ઝન માટે નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. યુઝર જ્યારે હવે ફોન કોલ પર ક્લિક કરશે, ત્યારે લિંક ક્રિએટ કરવી કે સીધો ફોન કરવો એ માટેનો વિકલ્પ આપવામાં આવ્યો છે, જે પહેલાં નહોતો. આ સાથે જ વોટ્સએપે વીડિયો કોલની ગુણવત્તામાં સુધારો કર્યો છે, અને વીડિયો કોલ્સ હવે પહેલાથી વધુ રિઝોલ્યુશનમાં દેખાડવામાં આવશે.
(5:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
