News of Saturday, 14th December 2024
આ જગ્યા પર આવેલ છે વિશ્વની સૌથી જૂની દીવાદાંડી

નવી દિલ્હી: દીવાદાંડી એટલે દરિયા કિનારે બાંધવામાં આવેલો ટાવર. આ ટાવરની ટોચે દૂર સુધી પ્રકાશ ફેંકતી ફ્લડલાઈટ હોય છે જેના વડે દરિયામાં દૂરથી આવી રહેલા જહાજને દિશાસૂચન કરવામાં આવે છે. દીવાદાંડી કે લાઈટહાઉસ બંદર પરનું મહત્વનું બાંધકામ છે. પ્રાચીન કાળમાં વહાણવટાની શરૂઆતથી જ દીવાદાંડી બાંધવાનો રિવાજ છે. વિશ્વમાં ઘણી દીવાદાંડી બાંધકામ અને ઉંચાઈની દૃષ્ટિએ પ્રસિધ્ધ થઈ છે.
જૂના જમાનામાં દીવાદાંડીમાં તેલના દીવા કે મશાલ સળગાવી પ્રકાશ કરાતો. સ્કોટલેન્ડના દરિયા કિનારે આવેલી બેલ રોક દીવાદાંડી સૌથી જૂની હયાત દીવાદાંડી છે. ઈ.સ. ૧૮૦૭માં બંધાયેલી આ દીવાદાંડી આજે પણ અસ્તિત્વમાં છે. બેલરોક પથ્થર વડે ચણાયેલી છે તે ૩૫ મીટર ઉંચી છે. બાંધકામની દૃષ્ટિએ અજાયબી ગણાતી આ દીવાદાંડીને ૧૯૮૮માં આધુનિક બનાવવામાં આવેલી અને આજે પણ ઉપયોગી થાય છે.
(5:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
