<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th December 2024

એલિયંસ જેવું તેજ-તરોર પ્રાણી જોવા મળ્‍યું

ન્‍યૂયોર્કઃઅમેરિકા અને ચિલીના વૈજ્ઞાનિકોએ ચિલીની અટાકામાં ખાઈમાં તેજ-તરોર ચપળ શિકારી પ્રાણીનો પત્તો લગાવ્‍યો છે. તેને ડલસિબેલા કર્મોચકૉ નામ આપવામાં આવ્‍યું છે. તે ઝીંગા જેવું અભયચર જીવ છે. જે સમુદ્રી અને મીઠા પાણીના સ્‍થળોમાં જામેલા કચરાને ખાય છે.પヘમિી દક્ષિણ અમેરિકાની ભાષામાં ૅકમાંચકૉ શબ્‍દ અંધકારને માટે ઉપયોગ થાય છે. આ નામ એવા આધારાના ઊંડાણને દર્શાવવા માટે પસંદ કરવામાં આવ્‍યો છે. જેમાં આ જીવ ફરતો હોય છે. સિસ્‍ટેમેટિક્‍સ એન્‍ડ બાયોડાયવર્સિટી જનરલમાં છપાયેલ સંશોધન મુજબ મહાસાગરોની ખાઈયો રહસ્‍યોમાં ડૂબેલી છે. ૧૧ કિલોમીટરના ઊંડાણ સુધી જનારી આ ખાઈયોમાં અલગ જ પ્રકારનો સંસાર વસેલો છે. અહીંના દરેક વર્ગ વિસ્‍તારના ઈંચ પર (૭, ૨૫૭ કિલોનું) દબાણ પડતું હોય છે. આ દબાણમાં પણ જીવન ધબકતું રહે છે. એમાં આヘર્ય છે.

(4:11 PM IST)