તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 17th December 2024
જો તમે પણ તમારી મેકઅપ કીટ કોઈ સાથે શેર કરતા હોય તો થઇ જજો સાવધાન:થઇ શકે છે સ્ક્રીન પ્રોબ્લેમ્સ

નવી દિલ્હી: મેકઅપ કરતી વખતે, તમે ઘણીવાર જોયું હશે કે લોકો એક જ બ્રશથી દરેક વ્યક્તિને ટચઅપ કરી દેવામાં આવે છે. તેમજ મેકઅપ બ્રશ કે મેકઅપ કીટ આપણે અન્ય સાથે શેર કરીએ છીએ, જે યોગ્ય નથી. શેર કરવું એ સારી બાબત છે પરંતુ કેટલીક વસ્તુઓ એવી છે જે શેર કરવામાં આવે તો બીમારી થઈ શકે છે. મેકઅપ કીટ શેર કરવાથી ક્યારેક સ્કિન પ્રોબ્લેમ્સનો પણ સામનો કરવો પડી શકે છે. જેના કારણે આંખમાં ઈન્ફેક્શન, સ્કિન પ્રોબ્લેમ, હોઠ પર પિમ્પલ્સ અને ઈન્ફેક્શનનું જોખમ વધી જાય છે. એવામાં જાણીએ કે અન્ય શું નુકસાન થઈ શકે છે. મેકઅપ શેર કરવાથી ઈન્ફેક્શનનું જોખમ વધી શકે છે. જેમ કે કાજળ શેર કરવાથી આંખનું ઇન્ફેક્શન કે મેકઅપ બ્રશ શેર કરવાથી સ્કિન ઇન્ફેક્શન જે મેકઅપ શેરિંગના કારણે ઝડપથી થઇ શકે છે.
(6:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
