તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 18th December 2024
ઇઝરાયલ વિરુદ્ધ 8 મુસ્લિમ દેશ એકજૂટ થતા સાઉદીએ આપ્યો ઝટકો

નવી દિલ્હી: ગુરુવારે પાકિસ્તાન, બાંગ્લાદેશ, તૂર્કી અને ઈન્ડોનેશિયા જેવા 8 મુસ્લિમ દેશોના સંગઠનોની બેઠક યોજાવાની છે. આ બેઠક ઈજિપ્તમાં યોજાવા જઈ રહી છે અને ઈઝરાયલ વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ કરવાની તૈયારીમાં છે. આ વચ્ચે વિશ્વના સૌથી શક્તિશાળી મુસ્લિમ દેશ તરીકેની ઓળખધરાવતા સાઉદી અરેબિયાને મોટો ઝટકો આપ્યો છે. ઈઝરાયલ સાથે સાઉદી અરેબિયાની બેકડોર વાતચીત ચાલી રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે, સંબંધોને સામાન્ય કરવાને લઈને ડીલ પણ થઈ શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સાઉદી અરેબિયાએ માત્ર એક શરત મૂકી છે કે જો ગાઝામાં યુદ્ધ રોકાય તો ઈઝરાયેલ સાથે સંબંધોને આગળ વધારવામાં આવી શકે છે. વાતચીતની આ સંપૂર્ણ પ્રક્રિયા ડોનાલ્ડ ટ્રમ્પના માધ્યમથી ચાલી રહી છે. એક અહેવાલ પ્રમાણે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળની ડોનાલ્ડ ટ્રમ્પના નજીકનાઓ સાથે મુલાકાત થઈ હતી. ખાસ કરીને ટ્રમ્પ દ્વારા મિડલ ઈસ્ટ માટે ટ્રમ્પના દૂત જાહેર કરવામાં આવેલા સ્ટીવ વિટકોફ આ બેઠકમાં હાજર હતા. બેઠકમાં સાઉદી અરેબિયાએ સ્પષ્ટ કરી દીધું હતું કે, જો ગાઝામાં યુદ્ધ રોકાય તો સાઉદી અરેબિયા સંબંધો સામાન્ય કરવા માટે તૈયાર છે. એટલું જ નહીં સાઉદી અરેબિયાનું કહેવું છે કે, પેલેસ્ટાઈનને લઈને અમેરિકા દ્વારા નિવેદન જારી કરવામાં આવે. જો આવું થશે તો અમારા માટે સંબંધોને સામાન્ય બનાવવા તરફ આગળ વધવું સરળ બનશે. આમ સાઉદી અરેબિયા તુર્કી, ઈન્ડોનેશિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ઈરાન જેવા ઈસ્લામિક દેશોથી અલગ રાહ પર આગળ વધી રહ્યો છે.
(5:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
