<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

મસ્કને પુતિને આપ્યો જડબાતોડ જવાબ:રશિયાએ સ્ટારલિંક કિલર લોન્ચ કર્યું

નવી દિલ્હી: રશિયાએ હાલમાં જ એક નવી સિસ્ટમ લોન્ચ કરી છે જેને કલિંકા નામ આપવામાં આવ્યું છે. એને ‘સ્ટારલિંક કિલર’ તરીકે પણ ઓળખવામાં આવી રહ્યું છે. વલાદિમિર પુતિન દ્વારા બિલિયોનેર બિઝનેસમેન ઇલોન મસ્કને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હોય એમ લાગી રહ્યું છે. ઇલોન મસ્કની કંપની સ્પેસએક્સની ‘સ્ટારલિંક’ના સિગ્નલમાં અવરોધ પેદા કરવા માટે આ નવી સિસ્ટમ બનાવવામાં આવી છે. 2022ની ફેબ્રુઆરીથી, જે દિવસથી યુક્રેન પર રશિયાએ યુદ્ધ જાહેર કર્યું છે, ત્યારથી લઈને આજ સુધી સ્ટારલિંકનો ઉપયોગ યુક્રેનની મિલિટરી સર્વિસ કરી રહી છે. યુક્રેન દ્વારા સ્ટારલિંકના સિગ્નલનો ઉપયોગ કરી રશિયા પર આટેક કરવામાં આવી રહ્યો છે. આથી, રશિયાએ એવી સિસ્ટમ बनाई છે કે જે સ્ટારલિંકના ટર્મિનલ પાસેથી મળતાં સિગ્નલમાં અવરોધ ઊભા કરી શકે. રશિયાના સેન્ટર ફોર અનમેન્ડ સિસ્ટમ એન્ડ ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા કલિંકા સિસ્ટમ બનાવવામાં આવી છે. આ સિસ્ટમનો ઉપયોગ સ્ટારલિંકના સિગ્નલને શોધી એમાં અવરોધ ઊભા કરવામાં મદદ કરશે. રશિયાના સેન્ટર ફોર અનમેન્ડ સિસ્ટમ એન્ડ ટેક્નોલોજીના ચેરમેન એન્ડ્રે બેઝ્રુકોવે કહ્યું હતું કે "કલિંકા પંદર કિલોમીટર દૂરથી જ સ્ટારલિંક સાથે કનેક્ટ હોય એવા અનમેન્ડ એરિયલ અને ડ્રોન્સને ઓળખી કાઢશે." આ સિસ્ટમને યુક્રેનમાં યુદ્ધ દરમિયાન હવે ટેસ્ટ પણ કરવામાં આવી રહી છે. કલિંકા સિસ્ટમ રશિયાને સ્ટારલિંક ટર્મિનલને ઓળખવામાં મદદ કરશે. એના કારણે યુક્રેનની મિલિટરી ઓપરેશનને અટકાવી શકાશે. ખાસ કરીને ડ્રોન દ્વારા રશિયા પર જે સ્ટ્રાઇક કરવામાં આવી રહી છે એને અટકાવી શકાશે.

 

 

(5:51 PM IST)