તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 18th December 2024
સીરિયામાં 1 લાખ લોકોનો નરસંહાર થયો હોવાની આશંકા

નવી દિલ્હી: મઘ્યપૂર્વમાં સીરિયામાં બશર અલ અસદ કુટુંબના 50 વર્ષના શાસનનો અંત આવી ગયો છે. ફક્ત 11 દિવસના યુદ્ધમાં જ બળવાખોર જૂથ હયાત-તહરીર-અલ શામે જંગ જીતી લીધો. બશરે રશિયા ભાગી જવું પડ્યુ. જો કે તેણે હાર નહીં માનું તેવું નિવેદન જારી કર્યુ છે. આ દરમિયાન સીરિયામાં બશર કુટુંબના કુકર્મ સામે આવી રહ્યા છે. કુકર્મ એટલા માટે પિતાની જેમ બશર પર ક્રૂરતા માટે પ્રખ્યાત હતો. બશરને મદદ કરનાર અને પ્રજાના ગુનેગાર સામે આકરી કાર્યવાહી કરવાની નવા વહીવટીતંત્રની જાહેરાત વિરોધીઓને મોતને ઘાટ ઉતારવા બશરની આદત બની ચૂકી હતી. સીરિયાની રાજધાની પાસે સામૂહિક કબર મળી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ અહીં એક લાખથી વઘુ અવશેષો હોઈ શકે છે. આ લોકોને ક્યાં તો તલવારથી કાપવામાં આવ્યા, ફાંસી આપવામાં આવી અથવા તો ખૂબ જ પીડા આપીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. સીરિયાની રાજધાની દમિશ્કથી 40 કિ.મી. દૂર ઉત્તરમાં આવેલા અલ-ફુતૈફા સ્થાનમાં અલ અસદ કુટુંબ દ્વારા કરવામાં આવેલી હત્યાઓના પુરાવા મળ્યા છે. આ સ્થળ સીરિયાની કેટલીય સામૂહિક કબરોમાંનું એક છે. અધિકારીઓના જણાવ્યા મુજબ ડોક્ટરો અને ફોરેન્સિક ટીમો આ સ્થળનું બે દિવસથી નિરીક્ષણ કરી રહી છે. કબરો ખોદવામાં આવી રહી છે અને અવશેષોનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. એક અંદાજ મુજબ અહીં એક લાખથી વઘુ લોકોના અવશેષ હોઈ શકે છે.
(5:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
