<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th December 2024

યુક્રેન પર પરમાણુ હુમલાનો ખતરો હોવાના સમાચાર

નવી દિલ્હી: થોડા સમય પહેલા જ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને પોતાના દેશના પરમાણુ નિયમો અને કાયદામાં ફેરફાર કર્યો હતો. આ ફેરફાર એટલા માટે કરવામાં આવ્યો હતો કે, યુક્રેન અને પશ્ચિમી દેશો તેના પર હુમલો ન કરે. પરંતુ યુક્રેન સતત અમેરિકા અને યુરોપિયન દેશો પાસેથી મળેલી લોન્ગ રેન્જ મિસાઈલનો રશિયા વિરુદ્ધ ઉપયોગ કરી રહ્યું છે.  રશિયાન પ્રમુખ વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે, જો કોઈ દેશ જેની પાસે પરમાણુ શક્તિ નથી, જો તે કોઈ પરમાણુ શક્તિ ધરાવતા દેશના સમર્થનથી રશિયા પર હુમલો કરે છે તો તેને રશિયા સામે યુદ્ધનું એલાન માનવામાં આવશે.

- જો રશિયા સામે બેલેસ્ટિક મિસાઈલનો ઉપયોગ કરવામાં આવશે તો તેના જવાબમાં પરમાણુ હુમલો પણ કરવામાં આવી શકે છે.

- જો કોઈ દેશ રશિયા વિરુદ્ધ ડ્રોન હુમલો કરે તો તેનો જવાબ ન્યુક્લિયર ડિટરન્સના રૂપમાં પણ આપવામાં આવી શકે છે. રશિયન સેના આવા હુમલાનો જડબાતોડ જવાબ આપશે.

- જો કોઈપણ હથિયાર રશિયન બોર્ડર ક્રોસ કરીને એર કે સ્પેસમાંથી આવશે તો તેને રશિયા સામે યુદ્ધ માનવામાં આવશે. આવી સ્થિતિમાં રશિયા પરમાણુ હથિયારોનો ઉપયોગ કરી શકે છે.

- જો રશિયાને એવું લાગ્યું કે અમારા દેશને અને લોકોને ખતરો છે, તો તે પરમાણુ મિસાઈલ અને મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ પણ તહેનાત કરી શકે છે. જેથી દુશ્મનના હુમલાનો જડબાતોડ જવાબ આપી શકાય. રશિયન જનરલની હત્યા આ જ કેટેગરીમાં આવે છે.

- સ્પેસથી હુમલાની સ્થિતિમાં રશિયા પોતાની મિસાઈલ ડિફેન્સ સિસ્ટમને એક્ટિવેટ કરશે. આ ઉપરાંત સ્પેસમાં પણ હુમલો કરવામાં આવી શકે છે. આ પ્રકારના હુમલામાં ન્યુક્લિયર ડિટરન્સનો પણ ઉપયોગ કરવામાં આવી શકે છે. તેને સૌથી મોટી સમસ્યા તેને એટલા માટે થઈ રહી છે કારણ કે, યુક્રેનિયન ગુપ્તચર એજન્સી SBUએ રશિયન જનરલ ઈગોર કિરિલોવનો ઠાર કરી દીધો છે. હવે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન યુક્રેન પર ગમે ત્યારે પરમાણુ હુમલો કરવાનો આદેશ આપી શકે છે. કારણ કે, પુતિને પહેલા જ કહી દીધું હતું કે, જો કોઈ બિન-પરમાણુ દેશ કોઈ પરમાણુ શક્તિ ધરાવતા દેશના સમર્થનથી હુમલો કરશે તો તેને રશિયા સામે યુદ્ધ માનવામાં આવશે. રશિયા સામે બેલેસ્ટિક મિસાઈલ હુમલાનો જવાબ પરમાણુ હુમલાથી મળશે.

(7:13 PM IST)