News of Thursday, 19th December 2024
ચીન પાસે 600 પરમાણુ બૉમ્બ હોવાની વાતથી ભારતની સાથે અમેરિકાના ટેંશનમાં પણ થયો વધારો

નવી દિલ્હી: અમેરિકાના ડિફેન્સ ડિપાર્ટમેન્ટે પોતાના વાર્ષિક રિપોર્ટમાં ચીનની સેનાની તાકાતને લઈને ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ચીન જે રીતે પરમાણુ બોમ્બનો ભંડાર વધારી રહ્યું છે તે ભારત અને અમેરિકા માટે મોટો ખતરો છે. યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે વર્ષ 2024ના મધ્ય સુધીમાં ચીનના પરમાણુ બોમ્બની સંખ્યા 600ને પાર થઈ જશે. તેમજ વર્ષ 2030ના અંત સુધીમાં ચીન પાસે 1000થી વધુ પરમાણુ બોમ્બ હશે. ચીન તેના પરમાણુ હથિયારોમાં ઝડપથી વધારો કરી રહ્યું છે. અગાઉ ગયા વર્ષના અહેવાલમાં આ સંખ્યા 500 હતી. એટલે કે ચીને એક વર્ષમાં 100 પરમાણુ બોમ્બ બનાવ્યા છે. યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટના વાર્ષિક અહેવાલ મુજબ ચીન તેના પરમાણુ શસ્ત્રોમાં વિવિધતા લાવી રહ્યું છે. તે લો-યીલ્ડ પ્રિસિઝન સ્ટ્રાઈક મિસાઈલથી લઈને ICBM સુધીની સિસ્ટમ્સ પર કામ કરી રહ્યું છે. ડિફેન્સ ડિપાર્ટમેન્ટેના રિપોર્ટ મુજબ, ચીન તેના સૈન્ય બળનો ઉપયોગ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે 2035 સુધીમાં સેનાના સંપૂર્ણ આધુનિકીકરણ અને 2050 સુધીમાં તેને વિશ્વની સૌથી શક્તિશાળી સેના બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. જો કે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમના પ્રયાસોને ચીની સૈન્ય અને સરકારની અંદર વ્યાપક ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશને કારણે અવરોધ આવી રહ્યો છે.
(7:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
