તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 19th December 2024
આ દેશમાં મહિલાઓની સ્થિતિ વધુ કફોડી બની હોવાની માહિતી

નવી દિલ્હી: સીરિયામાં એક પછી એક કેલિડોસ્કોપિક ઘટનાઓ બની રહી છે. પ્રમુખ અસદ દેશ છોડી રશિયા નાસી ગયા છે. બળવાખોર જૂથોએ કબ્જો જમાવ્યો છે પરંતુ તે બળવાખોરો પૈકી નાનાં નાનાં જૂથો પોતાનો સત્તાવ્યાપ વધારવા અંદરો અંદર પણ ઝઘડી રહ્યા છે, તેથી ત્યાં રહેલ મહિલાઓની સ્થિતિ અત્યંત કરૂણ બની ગઈ છે.
વાસ્તવમાં અત્યારે સીરિયામાં રાજકીય શૂન્યાવકાશ જેવું જ પ્રવર્તે છે. મહિલાઓને પૂરો ન્યાય મળે તેમ નથી કારણ કે આ જૂથો કાં તો અલકાયદાના અંશો સાથે જોડાયેલા છે અથવા આઈએસઆઈએસ જેવાં કટ્ટરવાદી જૂથો સાથે જોડાયેલા છે. તેઓ મૌખિક રીતે તો તે મહિલાઓને આશ્વાસન આપે છે કે આ ક્રાંતિ છે તેમાં સર્વેને સમાન ગણવામાં આવે છે. પરંતુ, પ્રશ્ન તે છે કે આ આશ્વાસનો ટકશે કેટલાં ?
ઇન્ટરનેશનલ ડે ફોર એલિમિનેશન ઓફ વાયોલન્સ અગેઇન્સ્ટ વીમેનના દિવસે 25 નવેમ્બર 2024ના દિને સીરીયન નેટવર્ક ફોર હ્યુમન રાઇટસ (એસએનએચઆર) દ્વારા તેનો 13મો વાર્ષિક અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. તેમાં 13 વર્ષ સુધી ચાલેલાં સીરિયાનાં યુદ્ધ દરમિયાન મહિલાઓની થયેલી કરૂણ સ્થિતિ દર્શાવવામાં આવી છે. આ ગૃહ યુદ્ધમાં અનેક મહિલાઓ મૃત્યુ પામી હતી. તેઓની કોઈ પણ કાનૂની કાર્યવાહી સિવાય ધરપકડ કરવામાં આવતી. તેઓને પરાણે ગૂમ કરાવી દેવાની હજ્જારો મહિલાઓ તેમનાં કુટુમ્બથી છૂટી પડી ગઈ. તેમની ઉપર બળાત્કારો પણ થતા. ઘણી મહિલાઓ જે તાબે ન થતી તેમની ઉપર અસહ્ય ત્રાસ ગુજારાતો, પરિણામે તેઓ મરી પણ જતી.
(7:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
