News of Wednesday, 25th December 2024
અમેરિકન એરલાઇન્સે આજે સવારે અજાણી ટેકનિકલ સમસ્યા સર્જાતા દેશવ્યાપી
વિમાનો જમીન ઉપર ઉતારી લીધા

મંગળવારે બપોરે એક અપડેટમાં જાહેર થયું હતું કે, અમેરિકન એરલાઇન્સે આજે સવારે અજાણી ટેકનિકલ સમસ્યા સર્જાતા દેશવ્યાપી વિમાનો જમીન ઉપર ઉતારી લીધા હતા. આ ગ્રાઉન્ડ સ્ટોપ હવે ઉઠાવી લેવામાં આવ્યો છે. ટેકનિકલ ખામીને કારણે ર કલાક તમામ ઉડ્ડયનો બંધ રાખવામાં આવેલ.
ક્રિસમસના એક દિવસ પહેલા લાખો મુસાફરો પરેશાન થઈ ગયા. સોશિયલ મીડિયા પર મુસાફરોએ જણાવ્યું હતું કે વિવિધ એરપોર્ટ પર તેમની ફલાઈટ્સ રનવે પર અટવાઈ ગઈ હતી અને તેમને ગેટ પર પાછા મોકલવામાં આવ્યા હતા.
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
