તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 26th December 2024
ચીનમાં કુંવારી છોકરીઓમાં ખોટા બેબી-બમ્પ સાથે નકલી પ્રેગ્નન્સીનું ફોટોશૂટ કરવાનો ટ્રેન્ડ

બીજીંગ, તા.૨૬: ચીનમાં એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે : કળત્રિમ બેબી-બમ્પ સાથે મેટરનિટી ફોટો પડાવવાનો. કેટલીયે યંગ અને કુંવારી ચીની મહિલાઓ આવા ફોટોશૂટ કરાવી રહી છે. કહેવાય છે કે આ પ્રકારના શૂટ કરાવવાના ક્રેઝ પાછળ મૅટરનિટી તસવીરોમાં પાતળા, યુવાન અને સુંદર દેખાવાની ઘેલછા કારણભૂત છે. ખરેખર જ્યારે ગર્ભાવસ્થા આવશે ત્યારે આપણે આવા નહીં દેખાઈએ એ માન્યતા આવી ઘેલછા માટે જવાબદાર છે. ચીનના હુનાન પ્રાંતની મેઇઝી નામની એક સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સરે તાજેતરમાં કળત્રિમ બેબી-બમ્પ સાથેના તેના ફોટોશૂટનો વિડિયો પોતાના ફૉલોઅર્સ સાથે શૅર કર્યો હતો. આ વિડિયોમાં જોઈ શકાય કે ફોટોગ્રાફર તેના પર ઍક્સેસરીઝ લગાડી રહયો છે, જ્યારે અન્ય એક જણ તેના પેટ પાસે કળત્રિમ બેબી-બમ્પ લગાડી રહ્યો છે. ત્યાર પછી મેઇઝી બેબી-બમ્પ હોવા છતાં પોતાનું ફિગર કેટલું પર્ફેક્ટ છે એનું પ્રદર્શન કરે છે.
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
