<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th December 2024

એર સ્ટ્રાઇકનો બદલો લેવા અફઘાનિસ્તાન બન્યું સજ્જ:1500 તાલિબાની પાકિસ્તાનમાં ઘૂસવાની તૈયારીમાં

નવી દિલ્હી: પાકિસ્તાને અફઘાનિસ્તાન પર એરસ્ટ્રાઇક કર્યા બાદ બંને દેશો વચ્ચે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. હાલની સ્થિતિ એવી છે કે, બંને દેશો વચ્ચે હવે યુદ્ધના ભણકારા શરુ થઈ ગયા છે. અફઘાનિસ્તાનની સત્તા પર કબજો જમાવનાર તાલિબાની સત્તાના 15000 લડવૈયાઓ પાકિસ્તાન તરફ આગળ વધી રહ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે. પાકિસ્તાને મંગળવારે અફઘાનિસ્તાનના પૂર્વ પક્તિકા પ્રાંત પર એરસ્ટ્રાઇક કરી હતી, જેમાં 15 નાગરિકોના મોત થયા છે. આ ઘટનાની સૌથી મોટી વાત એ છે કે, પાકિસ્તાને અફઘાનિસ્તાનની સરહદમાં ઘૂસીને હુમલો કર્યો છે, જેના કારણે તાલિબાનીઓ ભડકે બળ્યા છે. આ હુમલા બાદ તાલિબાને બદલો લેવાની ધમકી આપી છે. આવી સ્થિતિમાં આપણે જાણીએ કે, જો પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો કોની જીત થઈ શકે છે અને કોણ સૌથી વધુ શક્તિશાળી છે? બંને દેશની સેનાની તાકાતની વાત કરીએ તો પાકિસ્તાન સામે અફઘાનિસ્તાનની સેના તમામ મોરચા પર નબળી દેખાઈ રહી છે. રિપોર્ટ મુજબ પાકિસ્તાન પાસે 6 લાખથી વધુ સૈનિકો છે, એરક્રાફ્ટ મામલે પણ પાકિસ્તાનનું પલડું ભારે છે, તેની પાસે 1400થી વધુ વિમાનો, 3000થી વધુ ટેન્કરો, 50,000થી વધુ આર્મ્ડ વ્હીકલ છે. પાકિસ્તાન નેવીની તાકાત પણ અફઘાનિસ્તાનથી ઘણી શ્રેષ્ઠ છે. પાકિસ્તાન પાસે 387 એરક્રાફ્ટ વિમાનો પણ છે. અફઘાનિસ્તાનની સેનાની વાત કરીએ તો તેની પાસે અફઘાન આર્મી, એરફૉર્સ અને પોલીસ બળ સહિત ત્રણ લાખથી વધુ સૈનિકો છે. તેની વાયુ સેના પાસે કોઈ વિશેષ તાકાત નથી. અફઘાનિસ્તાન માટે સૌથી મોટો પડકાર તેના સૈનિકો જ છે, કારણ કે તેના સૈનિકો ટ્રેઇન નથી. આ ઉપરાંત તેની પાસે વાયુસેનાની તાકાત પણ ઓછી છે.

(6:37 PM IST)