News of Monday, 30th December 2024
ઇઝરાયલી સેનાએ ઉત્તર ગાઝામાં કરેલ હુમલામાં 240 આતંકીઓની ધરપકડ કરવામાં આવી હોવાના સમાચાર

નવી દિલ્હી: ઇઝરાયલી સેનાએ શનિવારે ઉત્તર ગાઝામાં એક મોટી હોસ્પિટલ કમાલ અદનાનમાં હુમલો કર્યો, અને ૨૪૦ સંદિગ્ધ હમાસ આતંકીઓને ગિરફતાર કર્યા. ઇઝરાયલી સેનાએ ેવો આક્ષેપ કર્યો છે કે આતંકીઓએ બચવા માટે દર્દીઓ અને હોસ્પિટલના કર્મચારીઓના ડ્રેસ પહેર્યા હતા. સેનાએ તેનો વિડીયો પ્રસિદ્ધ કરતાં જણાવ્યું હતું કે ત્યાંથી શસ્ત્રો અને દારૂગોળા પણ મોટા પ્રમાણમાં જપ્ત કરાયા હતા.
આ સામે હમાસે આક્ષેપ કર્યો છે કે ઇઝરાયલી સૈનિકોએ દર્દીઓ સાથે દુર્વ્યવહાર કર્યો અને તેઓની તથા તબીબોની પણ જાન ખતરામાં નાખવાની ધમકી આપી હતી. હમાસે આ ઉપરાંત, ઇઝરાયલી સેના પર દર્દીઓને નિર્વસ્ત્ર કરી અને સૌને ડરાવવા માટે ગોળીબારો પણ કર્યા હોવાનો આક્ષેપ મુક્યો છે. ટૂંકમાં હમાસ, અને ઇઝરાયલ એક બીજા ઉપર આક્ષેપો કરે છે. ત્યાં બીજી તરફ નિર્દોષ નાગરિકો મહિલાઓ અને બાળકો સહિત ટપોટપ જન્નત નશીન થતાં જાય છે. દુનિયા હાથ બેસી રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને, આ કમાલ સદનાન ઉપર થયેલા હુમલાની નિંદા કરી છે. તે જણાવે છે કે ઉત્તર ગાઝામાં ચાર જ હોસ્પિટલો બચી છે જ્યાં સર્જરી થઇ શકે છે. તે ચાર પૈકીની તે એક હોસ્પિટલ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તો ત્યાં સુધી કહે છે કે ઉત્તર ગાઝામાં ઇઝરાયલે પહેલીવાર જ હુમલો કર્યો ત્યારથી આરોગ્ય સેવાઓ કથળી ગઈ છે. આ પૂર્વે પણ ઇઝારયલે અલ શિફા હોસ્પિટલ પર પણ હુમલો કર્યો હતો અને હોસ્પિટલના ડાયરેક્ટરની ધરપકડ કરી હતી. તે પહેલાં દક્ષિણ ગાઝામાં નાસિર હોસ્પિટલ ઉપર પણ હુમલો કરી ઇઝરાયલે આવી જ દશા કરી હતી.
(5:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
