News of Tuesday, 31st December 2024
એપલના આ નવા ફીચર વિશે થયો વિવાદ

નવી દિલ્હી: એપલ પર એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે iOS 18 અને MacOSમાં તેઓ યુઝરના ડેટાને ઓટોમેટિક એપલ મોકલી આપે છે, એ પણ યુઝરની કોઈ પણ જાતની પરવાનગી વગર. એપલ દ્વારા iOS 18 અને MacOSમાં Enhanced Visual Search ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચર માટે એપલ ડેટા કલેક્ટ કરતું રહે છે. તેને કારણે યુઝરના ડેટા અને પ્રાઇવસી વિશે સવાલો ઊભા થયા છે. યુઝરના ફોટામાં કે કોઈ પણ ફોટામાં કોઈ લેન્ડમાર્ક હોય તો તેની માહિતી મેળવવા માટે યુઝર હવે આ ફીચરનો ઉપયોગ કરી શકે છે. એપલ દ્વારા iOS 15માં Visual Look Up ફીચર લોન્ચ કરવામાં આવ્યું હતું, પણ હવે તેને Enhanced Visual Search નામ આપીને અપડેટ કરવામાં આવ્યું છે. આ ફીચરથી યુઝર્સને iOS 18 અને MacOSમાં કોઈ પણ જગ્યા વિશે પૂરતી માહિતી મળી શકે છે. એપલ દ્વારા યુઝરના ફોટાના ડેટા ક્લેક્ટ કરવામાં આવે છે. આ ફોટો ક્યાં ક્લિક કર્યો છે તેની લોકેશન લેવામાં આવે છે અને તેને તેમના સર્વર પર મોકલવામાં આવે છે. આ ડેટાને લઈને વિવાદ એટલા માટે છેડાયો છે કે એપલ દ્વારા આ માટે યુઝરની પરવાનગી લેવામાં આવતી નથી. કોઈ પણ ડેટા ક્લેક્ટ કરતાં પહેલા યુઝરની પરવાનગી લેવી જરૂરી છે, અને એપલ અન્ય તમામ બાબતમાં લે છે. જોકે આ એક એવું ફીચર છે જે ઓટોમેટિક એક્ટિવેટ હોય છે અને જેમાં યુઝરની કોઈ પરવાનગી લેવામાં આવતી નથી. આ કારણસર યુઝરના ડેટાને શેર કરવો અને પ્રાઇવસી અંગે સવાલો ઊભા થાય છે. એપલ દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમના માટે યુઝર્સની પ્રાઇવસી ખૂબ જ મહત્ત્વની છે અને તે કોઈ પણ પ્રકારના ચેડા નથી કરતાં. એપલ જે ડેટા ક્લેક્ટ કરે છે, તેને સર્વર પર એન્ક્રિપ્ટેડ ફાઇલમાં સેન્ડ કરવામાં આવે છે અને તેને એપલ દ્વારા જોઈ શકાતું નથી. તે ફક્ત લેન્ડમાર્ક વિશે ડેટા ક્લેક્ટ કરે છે અને તે પણ મશીન દ્વારા કરવામાં આવે છે. આથી, ફોટામાં શું છે તે જાણી શકાતું નથી. જોકે એમ છતાંય, યુઝર્સની પરવાનગી વગર ડેટા લેવામાં આવે છે તે મુદ્દે ટીકા કરવામાં આવી રહી છે.
(6:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
