તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 1st January 2025
ઇઝરાયલે હમાસના વધુ એક ટોપ કમાન્ડરને ઠાર માર્યો હોવાની માહિતી

નવી દિલ્હી: ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઇઝરાયલની સેનાએ હમાસના ટોચના કમાન્ડર અબ્દ અલ-હાદી સબાને મારી નાખ્યો છે. IDFનો દાવો છે કે હાદી 7 ઑક્ટોબર, 2023ના રોજ ઇઝરાયલ પર થયેલા આતંકવાદી હુમલામાં સામેલ હતો અને તેણે યહૂદી વસાહત પર હુમલો કર્યો હતો. ઇઝરાયલી સેના અને શિન બેટના જણાવ્યા અનુસાર અલ-હાદી યુનિસમાં હમાસના નુખ્બા ફોર્સનો કમાન્ડરોએ ડ્રોન હુમલામાં મારી નાખ્યો છે. IDFએ કહ્યું કે, 'અલ-હાદીએ ઇઝરાયલના કિબુટ્ઝ નીર ઓઝ પર આતંકવાદી હુમલાનું નેતૃત્વ કર્યું હતું. અહીંથી ડઝનબંધ લોકોનું અપહરણ કરીને હત્યા કરવામાં આવી હતી.' અબ્દ અલ-હાદી સબા ખાન હમાસના નેતાઓમાંનો એક હતો જેણે ઇઝરાયલમાં 7 ઑક્ટોબરના હત્યાકાંડ દરમિયાન કિબુત્ઝ નીર ઓઝમાં ઘૂસણખોરી કરી હતી. આ અંગે IDF એ ટ્વીટ કર્યું છે કે, 'હાદીએ યુદ્ધ દરમિયાન IDF સૈનિકો પર ઘણા આતંકવાદી હુમલાઓ કર્યા હતા. અબ્દ અલ-હાદી દક્ષિણ ગાઝાના ખાન યુનિસ વિસ્તારમાં માર્યો ગયો હતો.' ઇઝરાયલની સુરક્ષા એજન્સીઓ અને IDFનું કહેવું છે કે, 'તેણે આ ઓપરેશન ઈન્ટેલિજન્સ એજન્સીના આધારે કર્યું હતું. તે હમાસના ઘણા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ હોવાનું કહેવાય છે.'7 ઑક્ટોબર, 2023 ના રોજ, હમાસ દ્વારા ઇઝરાયલ પર મોટો આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 1200થી વધુ લોકો માર્યા ગયા હતા. 250થી વધુ લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. કહેવાય છે કે આમાંથી 100થી વધુ લોકો હજુ પણ હમાસની કસ્ટડીમાં છે. ગાઝા પટ્ટીમાં ઇઝરાયલનું લશ્કરી આક્રમણ 7 ઑક્ટોબર 2023 થી અત્યાર સુધી ચાલુ છે.
(7:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
