તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
આર્થિક કટોકટીનો સામનો કરી રહેલ પાકિસ્તાને સૈનિકોને આપ્યો આ મોટો ઝટકો

નવી દિલ્હી: પાકિસ્તાન સરકારે નિવૃત્ત કર્મચારીઓ અને સશસ્ત્ર દળોના કર્મચારીઓના પેન્શન લાભમાં ઘટાડો કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પાકિસ્તાન સરકારે વધતા પેન્શન બિલને ઘટાડવા માટે નિવૃત્ત કર્મચારીઓ અને સશસ્ત્ર દળોના જવાનોના પેન્શન લાભોમાં ભારે ઘટાડો કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, પાકિસ્તાનના નાણા મંત્રાલયે બુધવારે પેન્શન બંધ કરવાને લઈને ત્રણ અલગ-અલગ નોટિફિકેશન બહાર પાડ્યા હતા, જેમાં પ્રથમ વખત મળનારા પેન્શનમાં કાપ મુકવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં પેન્શનમાં વધારો નક્કી કરવા માટે પણ ફેરફાર કરવામાં આવ્યા છે. આ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું હતું કે ઋણ ચૂકવવું, ડિફેન્સ અને ડેવલપમેન્ટ પછી પેન્શન એ બજેટમાં ચોથો સૌથી મોટો ખર્ચ છે. આથી તેના પર કાપ મૂકવો જરૂરી છે. પાકિસ્તાન નાણા મંત્રાલયના નોટિફિકેશન મુજબ, પગાર અને પેન્શન કમિશન 2020ની ભલામણો પર નિર્ણય લેવામાં આવ્યો છે કે હવેથી એવી સ્થિતિમાં જ્યાં વ્યક્તિ એક કરતા વધુ પેન્શનનો હકદાર છે, તેને માત્ર એક જ પેન્શન પસંદ કરવાનું કહેવામાં આવશે. પાકિસ્તાનમાં છેલ્લા પગારના આધારે પેન્શન લેવાને બદલે નવા પેન્શનરને છેલ્લા બે વર્ષના સરેરાશ પગારના આધારે પેન્શન મળશે. નાણા મંત્રાલયે કહ્યું કે પેન્શન અંગેની તમામ વર્તમાન સૂચનાઓને તાત્કાલિક અસરથી સુધારવી જોઈએ. જેઓ પહેલાથી જ નિવૃત્ત થઈ ચૂક્યા છે તેમને જો એકથી વધુ પેન્શન મળતું હોય તો જ આ ફેરફાર લાગુ થશે. આ ફેરફારો 1 જાન્યુઆરી, 2025 થી અમલમાં આવ્યા છે અને તે નિવૃત્ત નાગરિક અને લશ્કરી કર્મચારીઓ બંનેને લાગુ પડશે. આ સિવાય પગાર અને પેન્શન બંને મેળવતા કર્મચારીઓને પણ આ નિયમ લાગુ પડશે. નાણા મંત્રાલયની નોટીફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે પેન્શન નિયમોમાં ફેરફાર 2020માં ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનની સરકાર દ્વારા રચવામાં આવેલા કમિશન દ્વારા આપવામાં આવેલી ભલામણોના આધારે કરવામાં આવ્યા છે.
(5:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
