તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd January 2025
ગાઝામાં ઇઝરાયલે કરેલ ભયાનક હુમલામાં બે અધિકારી સહીત 68ના મૃત્યુના સમાચાર

નવી દિલ્હી: ઈઝરાયલના સુરક્ષા દળોએ ગાઝામાં ફરીથી હુમલા તેજ કરી દીધા છે. ગુરૂવારે ગાઝા પટ્ટીમાં ઈઝરાયલના હવાઈ હુમલામાં મોતને ભેટેલાં લોકોની સંખ્યા 54 થી વધીને 68 થઈ ગઈ છે. ગાઝાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુરૂવારે ઈઝરાયલી હુમલામાં 68 પેલેસ્ટાઇનના નાગરિકોની મોત થઈ ચુકી છે. જેમાં મહિલાઓ, બાળકો અને બે પોલીસ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. ઈઝરાયલે કહ્યું કે, હુમલામાં હમાસના આતંકવાદી સુરક્ષા તંત્રના એક વરિષ્ઠ સભ્યને નિશાનો બનાવવામાં આવ્યો છે.
હમાસ દ્વારા ગાઝામાં ચલાવવામાં આવી રહેલાં આંતરિક મંત્રાલય અનુસાર, ઈઝરાયલની સેનાએ અલ-માવાસી જિલ્લામાં એક તંબૂ શિબિર પર હુમલો કર્યો. જેમાં 11 લોકોની મોત થઈ હતી. હુમલામાં DGP મહેમૂદ સલાહ અને તેમના સહયોગી હુસામ શાહવાનની મોત થઈ ગઈ છે. મંત્રાલય અનુસાર, અન્ય ઈઝરાયલી હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 57 પેલેસ્ટાઇનના લોકોની મોત થઈ છે. જેમાં, ખાન યૂનિસ સ્થિત આંતરિક મંત્રાલય મુખ્યાલયમાં છ તથા ઉત્તરી ગાઝામાં ઝબાલિયા શરણાર્થી શિબિર, શાતિ (સમુદ્ર તટ) શિબિર અને મધ્ય ગાઝાના મધાજી શિબિરમાંથી ઘણાં લોકોની મોત થઈ ચુકી છે. ઈઝરાયલી સેનાના અલ-મવાસલીમાં એક ગુપ્ત ઇનપુટના આધારે આ હુમલાની પુષ્ટિ કરવામાં આવી છે. જેમાં શાહવાનને નિશાનો બનાવવામાં આવ્યો છે. ઈઝરાયલે શાહવાનને દક્ષિણી ગાઝામાં હમાસ સુરક્ષા દળોના પ્રમુખ જણાવવામાં આવ્યા છે. જોકે, સેનાએ સલાહની મોતનો કોઈ ઉલ્લેખ નથી કર્યો. સેનાએ દાવો કર્યો કે, તેઓએ હમાસના એવા આતંકવાદીઓને નિશાનો બનાવ્યો છે, જે ખાન યૂનિસ નગર પાલિકા ભવનમાં કમાન્ડ અને નિયંત્રણ કેન્દ્રમાં કામ કરી રહ્યા હતાં. ગુપ્ત જાણકારીના આધારે આ લોકાની માહિતી મળી હતી.
(5:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
