<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th January 2025

ઇઝરાયલી એલિટ કમાન્ડોઝે સીરિયામાં હુમલો કરી 3 કલાકમાં જ કર્યો મિસાઈલ પ્લાન્ટ ખતમ

નવી દિલ્હી: ઇઝરાયલી એરફોર્સે સપ્ટેમ્બર ૮ના દિવસે હાથ ધરેલાં હાઈ-સ્ટેક ઓપરેશનની વિગતો છેક ગુરૂવાર ૨-૧-૨૫ના દિવસે સાંજે જાહેર કરી હતી. જેમાં જણાવ્યું હતું કે માત્ર ૧૨૦ એલિટ (ચુનંદા) ઇઝરાયલી કમાન્ડોઝે સીરિયાની મિસાઇલ ફેક્ટરીનો માત્ર ૩ જ કલાકના ઓપરેશનમાં નાશ કર્યો હતો. પરંતુ આ સમગ્ર ઓપરેશન દરમિયાન એક પણ ઇઝરાયલી સૈનિકને ઇજા પણ થઇ ન હતી.
આ ઓપરેશનનું નામ તેને ઓપરેશન - મેની વેઇઝ રાખ્યું હતું તે માટે તે ગુપ્ત રીતે લાંબા સમયથી તૈયારીઓ પણ હાથ ધરી હતી. ઇઝરાયલને પાકી જાસૂસી માહિતી મળી ગઈ હતી કે સીરિયા અને ઇરાને સંયુક્ત રીતે રચેલી આ મિસાઇલ ફેકટરી પશ્ચિમ સીરિયાના માસિયા નામક પર્વતીય વિસ્તારમાં છેક ભૂગર્ભમાં રાખવામાં આવી છે. આ વિસ્તાર સીરીયન ડીફેન્સ ફોર્સીઝનાં મુખ્ય મથક સમાન છે. અહીં બનતાં મિસાઇલ્સ સીરિયા ઇરાનનો ફ્લેગશિપ પ્રોગ્રામ હતો. અહીં તૈયાર થયેલાં મિસાઇલ્સ લેબેનોન સ્થિત હીઝબુલ્લાહ આતંકીઓ તથા અન્ય આતંકી સંગઠનોને પહોંચાડતાં હતાં, તેટલું જ નહીં પરંતુ સીરીયામાં અસદ તંત્રને પણ પહેલાં આપવામાં આવતાં હતાં. આ સંકુલનો નાશ કરવા ઇઝરાયેલ વર્ષો સુધી ગુપ્ત રીતે રજેરજની માહિતી મેળવી તે માટેની યોજના ઘડી કાઢી. તેણે તે ભૂગર્ભ ફેકટરીનો પ્લાન મેળવી લીધો અને મિસાઇલ્સ બનાવવાનાં યંત્રો કયાં કયાં હોય છે તે જાણી લીધું તેટલું જ નહીં પરંતુ તે સંકુલમાં દાખલ થવાનાં ત્રણ પ્રવેશ દ્વારો ક્યાં છે તે પાક્કે પાયે જાણી લીધું અને તે પ્રવેશ દ્વારમાંથી મિસાઇલ્સ બનાવતાં યંત્રો તરફ કઇ રીતે જવાય છે. તેની રેખાઓ તે પ્લાનની પ્રતિકૃતિ ઉપર દોરી રાખી.

 

(5:41 PM IST)