<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

ઇઝરાયલ સેનાએ યુદ્ધ દરમ્યાન થવા લાગી છે સૈનિકોની અછત

નવી દિલ્હી: ઈઝરાયલ સેનાને યુદ્ધ દરમિયાન સૈનિકોની ભારે અછત થવા લાગી છે. હવે ઈઝરાયલની સેના ધાર્મિક કાર્યોમાં રહેનાર યહુદીઓને પણ સેનામાં ભરતી કરવા લાગી છે. IDF એ જાણકારી આપી કે 'અમે અતિ-રૂઢિવાદી બ્રિગેડ 'હાહાશ્મોનાઈમ' માટે પોતાની પહેલી ભરતી શરૂ કરી દીધી છે. લગભગ 50 અતિ-રૂઢિવાદી જવાનોને સેનામાં ભરતી કરવામાં આવ્યા, જેનાથી બ્રિગેડની પહેલી કંપની બની ગઈ છે.'

અતિ-રૂઢિવાદી યહુદીઓને હરેદીમના નામથી ઓળખવામાં આવે છે. સેનાએ એ પણ જણાવ્યું કે ' વધુ 100 અલ્ટ્રા ઓર્થોડોક્સને 6 મહિનાની ટ્રેનિંગ બાદ બ્રિગેડની પહેલી રિઝર્વ કંપનીનો ભાગ બનાવવામાં આવશે. આ ઈઝરાયલની સરકાર તરફથી યુદ્ધની જરૂરિયાતોને પૂરી કરવા અને અલ્ટ્રા ઓર્થોડોક્સ કોમ્યુનિટીને સેના સાથે જોડવા માટે ઉઠાવવામાં આવેલું ખાસ પગલું છે.'

(6:04 PM IST)