તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th January 2025
દક્ષિણ પૂર્વ ઓસ્ટ્રેલિયામાં આવ્યું ગરમીનું પ્રચંડ મોજું

નવી દિલ્હી: દક્ષિણ પૂર્વ ઓસ્ટ્રેલિયમાં ફરી વળેલું ગરમીનું મોજું રવિવારે વધુ કાળઝાળ બન્યું છે. આથી જંગલોમાં આગ લાગવાની પૂરી ભીતિ રહેલી છે. કેટલાંક સ્થળે તો આગ લાગી પણ ગઇ છે. આથી વિક્ટોરિયા રાજ્યમાં તો કેટલાક વિસ્તારોમાં જવા ઉપર પ્રતિબંધ મુકાયો છે. ગત સપ્તાહે રાજ્યનાં ગ્રેમવિચન્સ નેશનલ પાર્કમાં લાગેલી આગને લીધે અનેક મકાનો સળગી ઉઠયાં હતાં. ઊભો પાક પણ બળી ગયો હતો. ટૂંકમાં ઓસ્ટ્રેલિયા ઉપર ગરમીનું મોજું હજી પણ વધવાની ભીતિ રહેલી છે.
દેશમાં હવામાન ખાતાએ આ સાથે જણાવ્યું હતું કે મેલબોર્નમાં પણ પારો ૩૮ ડિગ્રી સેલ્સીયસથી ઉપર જવા સંભવ છે. જ્યારે ઉત્તર પૂર્વમાં મિલ્દુરા નગરમાં ટેમ્પરેચર ૪૨ં ડીગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે. આજે રવિવારે તે ૩૨ ડીગ્રી સેલ્સિયસ પહોંચી ગયો છે. જાન્યુઆરીના અંત સુધીમાં તો દેશભરમાં ગરમીનું પ્રચંડ મોજું ફેલાઈ રહેવાની હવામાન ખાતાંએ આગાહી કરી છે. ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગ કોર્પો.ના ટીવી ઉપર બ્યુરો ઓફ મીટીરિયોલોજીનાં અધિકારી મિટીયસ બ્રેડ બરીએ કહ્યું હતું કે રવિવાર સુધીમાં ટેમ્પરેચર ઉંચુ પહોંચી જશે. તેનો અર્થ તે જ થાય કે વધુ અને વધુ જિલ્લાઓમાં જંગલમાં આગ લાગવાની સંભાવના વધતી જશે. પશ્ચિમ ઓસ્ટ્રેલિયા, ન્યૂસાઉથ વેલ્સ અને તાસ્માનિયામાં પણ હીટવેવ ફેલાવાની અને ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશને ટીવી ઉપર તેમજ તેની વેબ સાઇટ ઉપર મુકી દીધી છે.
(6:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
