<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

એપલે સેલરી ફ્રોડ કરતા 185 કર્મચારીઓને કાઢી મુક્યા હોવાના સમાચાર

નવી દિલ્હી: એપલ દ્વારા હાલમાં જ 185 કર્મચારીઓને કાઢી મૂકવામાં આવ્યા છે. આ કર્મચારીઓ સેલરી ફ્રોડ કરી રહ્યા હતા. એપલ દ્વારા જે ચેરિટી પ્રોગ્રામ કરવામાં આવે છે, તેનો દુરુપયોગ કરી રહ્યા હોવાથી તેમને કાઢી મૂકવામાં આવ્યા હોવાની ચર્ચા છે. આ કર્મચારીઓમાં ઘણા લોકો મૂળ ભારતીય પણ છે. આ ભારતીયો અમેરિકામાં એપલમાં કામ કરતા હતા અને પોલિસીનો દુરુપયોગ કરવાના કારણે તેમની હકાલપટ્ટી કરવામાં આવી છે. એપલ દ્વારા નોકરીમાંથી કાઢવામાં આવેલા 185 કર્મચારીઓમાંથી ઘણા ભારતીયો પણ છે. એપલના હેડક્વાર્ટર માં આ કર્મચારીઓ કામ કરતા હતા. તેમના દ્વારા જે ફ્રોડ કરવામાં આવ્યો હતો તેમાં પૈસાનો સમાવેશ થયો હતો. આથી, એમાં જે વ્યક્તિઓના નામ આવ્યા છે, તે છને ધરપકડ વોરન્ટ નીકળી ચૂક્યા છે. જોકે, આ છ વ્યક્તિઓમાં એક પણ ભારતીય નથી. એપલ દ્વારા કાઢવામાં આવેલા કર્મચારીઓમાં વધુ પડતી ભારતીય મૂળની વ્યક્તિઓ તેલુગુ ચેરિટી ઓર્ગેનાઇઝેશન સાથે જોડાયેલી છે. આ ઓર્ગેનાઇઝેશન સાથે મળીને એપલના કર્મચારીઓ ફ્રોડ કરતા હતા. આ ફ્રોડ બહાર આવતાં એપલ દ્વારા કડક પગલાં લઈને દરેકને કાઢી મૂકવામાં આવ્યા છે.

 

(6:45 PM IST)