તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th January 2025
માણસે એટલો દારૂ પી લીધો કે પાળેલો બળદ તેને ઘર સુધી દોરી ગયો

લંડન, તા.૯: ન્યુયરની પાર્ટીમાં અનેકોએ પોતાની ક્ષમતા કરતાં વધુ દારૂ પી લીધો હશે, પણ બ્રાઝિલમાં જે એક ઘટના ઘટી એ પરથી તો કહી શકાય કે જો તમારે બેફામ દારૂ પીધા પછી રસ્તે રઝળવું ન હોય તો એક બળદ પાળી લેવો જોઈએ. હા, બળદ જ. @arvindchotia નામના અકાઉન્ટ પરથી એક વિડિયો શૅર થયો છે જેમાં એક માણસ દારૂના નશામાં ચૂર થઈને આમતેમ લડખડાય છે.
જોકે એની પાછળ તેનો પાળેલો બળદ છે જે માણસને પડવા નથી દેતો એટલું જ નહીં, બળદ પોતાના માથાથી એ માણસને ધક્કા મારી-મારીને રોડ ક્રૉસ કરાવે છે અને દોરીને તેને ઘર સુધી ખેંચી લઈ જાય છે. કૅપ્શનમાં લખ્યું છે, ‘આ બ્રાઝિલ છે. માણસ પીને સુધબુધ ખોઈ બેઠો છે, પણ તેનો બળદ પૂરા હોશમાં છે. ઘર સુધી માણસને હેમખેમ લઈ ગયો. જો તમે બળદ નથી પાળતા તો પાળી લો.
(2:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
