તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th January 2025
સાઉદી અરેબિયામાં ૧૩.૫૫ લાખ રૂપિયામાં વેચાઈ નાની દુર્લભ બકરી

રિયાધ, તા.૯: સાઉદી અરેબિયામાં લિલામમાં એક દુર્લભ બકરી લાખોના ભાવે વેચાઈ હતી. આ નાનકડી બકરી માટે એક સાઉદીએ ૬૦,૦૦૦ રિયાલ એટલે કે ૧૩,૫૫,૩૧૦ રૂપિયાની બોલી લગાવી હતી. આ બકરી વેચવા માટે ખાસ પ્રકારે આયોજન કરવામાં આવ્યું હતું અને બકરીની દુર્લભ સુંદરતાને જોઈને બોલી લગાડનારાઓ ઘણા પ્રભાવિત થયા હતા. એક સાઉદી નાગરિકે તેને ૬૦,૦૦૦ રિયાલમાં ખરીદી લીધી હતી. આ નાની બકરીના કાન અન્ય બકરીઓ કરતાં એકદમ મોટા છે અને એ જોવામાં બેહદ પ્યારી લાગે છે. એની ચાલ-ઢાલ જોઈને લોકોએ ઊંચી બોલી લગાવી હતી અને આ બકરી લાખોની કિંમતે વેચાઈ હતી.
(3:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
