<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th January 2025

ચીનની અનોખી મહિલા : પહેલાં બાળકને જન્‍મ આપીને મમ્‍મી બની અને પછી બાળક પેદા કરીને પપ્‍પા બની ગઈ

બીજીંગ, તા.૯: ચીનમાંથી એક બેહદ ચોંકાવનારો કેસ બહાર આવ્‍યો છે જેમાં લિયુ નામની એક મહિલા એક છોકરાની મમ્‍મી બન્‍યા પછી હજી એક છોકરાની પપ્‍પા પણ બની છે. તેના શરીરમાં બે પ્રજનન-પ્રણાલી છે જેને મેડિકલ ભાષામાં ઓવોટેસ્‍ટિકયુલર ડિસઑર્ડર તરીકે ઓળખવામાં આવે છે અને આ ખૂબ દુર્લભ કેસમાં જ થાય છે.

લિયુની ઉંમર હાલમાં ૫૯ વર્ષની છે. તે મૂળ સાઉથ-વેસ્‍ટર્ન ચીનની બિશન કાઉન્‍ટીની છે અને ત્‍યાં એક નાના ગામમાં રહેતી હતી. તે ૧૮ વર્ષની થઈ ત્‍યારે તેનાં લગ્ન તાંગ અટક ધરાવતા યુવાન સાથે કરવામાં આવ્‍યાં હતાં. થોડા જ સમયમાં તેને એક પુત્ર જન્‍મ્‍યો હતો. પુત્રના જન્‍મ બાદ લિયુના શરીરમાં એકાએક હૉર્મોનલ ડિસબૅલૅન્‍સ થયું અને તેના શરીરમાં ઍન્‍ડ્રોજનિક હૉર્મોન વધવા લાગતાં તેના મોં પર પુરુષોની જેમ દાઢી આવવા લાગી, તેની છાતી ઘટવા લાગી અને તેના શરીરમાં પુરુષના પ્રજનનઅંગનો વિકાસ થવા લાગ્‍યો. આના પગલે પતિ તાંગે તેને છૂટાછેડા આપી દીધા.

(3:21 PM IST)