<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th January 2025

આ શખ્‍સ પાસે સની દેઓલના ૨.૫ કિલોના હાથ પણ પાછા પડે

હાથ છે કે હથોડો !

નવી દિલ્‍હી, તા.૧૧: સોશિયલ મીડિયા પર એક વ્‍યક્‍તિનો વિડીયો વાયરલ થઈ રહયો છે. જેમાં તેના હાથ સામાન્‍ય લોકો કરતાં ઘણા મોટા દેખાઈ રહયા છે. આ વ્‍યક્‍તિના હાથ એટલા મોટા છે કે લોકો તેને ય્‍ફર્ૂીશ્ર ણ્‍યશ્રત્ત્ કહી રહયા છે.

આ દુનિયામાં ભાત-ભાતના લોકો રહે છે. ઘણા લોકો તો એવા પણ છે, જેને  જોઈને આપણે આશ્‍ચર્યચકિત થઇ જઈએ છીએ. એવા લોકો પાસે કોઈને કોઈ કળા હોય છે, જે જોવામાં તેમણે સામાન્‍ય લોકોથી અલગ બનાવે છે. આવા લોકોની સંખ્‍યા દુનિયામાં ભલે ઓછી છે પરંતુ સોશિયલ મીડિયાના આ જમાનામાં દરેક વ્‍યક્‍તિ તેમનાથી વાકેફ છે. અત્‍યારે આવા જ એક વ્‍યક્‍તિનો વિડીયો સોશીયલ મીડિયા પર વાયરલ થઈ રહયો છે. જેમાં તેના હાથ સામાન્‍ય લોકો કરતાં ઘણા મોટા દેખાઈ રહયા છે. આ વ્‍યક્‍તિના હાથ એટલા મોટા છે કે લોકો તેને Real Hulk કહી રહયા છે.     

સુલતાન કોસેને ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્‍ટ કરેલા છે. જેમાં તેના ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા છે. તે વિડીયોમાંથી એકમાં સુલતાન બર્ગર ખાતો દેખાઈ રહ્‍યો છે.  જેમા તેના મોટા હાથ સામે મૂકેલું બર્ગર કોઈ બિસ્‍કિટ જેવુ લાગી રહયું છે. 

વિડીયોમાં દેખાતા વ્‍યક્‍તિનું નામ સુલતાન કોસેન છે. સુલતાનના હાથ દુનિયામાં સૌથી મોટા હાથ છે. તે અત્‍યારે દુનિયાના સૌથી મોટા હાથ વાળો જીવતો વ્‍યક્‍તિ છે. આ રેકોર્ડ તેનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્‌ડ રેકોર્ડમાં નોંધાયું છે. જ્‍યારે છેલ્લી વાર ૮ ફેબ્રુઆરી ૨૦૧૧માં તેનો હાથ માપવામાં આવ્‍યા હતો ત્‍યારે તેના હાથના કાંડાથી લઈને વચ્‍ચેની આંગળીની ટોચ સુધીની લંબાઈ ૨૮.૫ સેમી હતી. ત્‍યારે તેના હાથની પહોળાઈ ૩૦.૪૮ સેમી છે. સુલતાન કોસેન તુર્કીનો રહેવાસી છે. તેનો જન્‍મ ૧૦ ડિસેમ્‍બર ૧૯૮૨માં થયો હતો.

જણાવી દઈએ કે અત્‍યાર સુધીના સૌથી મોટા હાથ વાળો વ્‍યક્‍તિ રોબર્ટ પર્શિંગ વાડલો હતો. જે શ્‍લ્‍ખ્‍નો રહેવાસી હતો. જોકે તે ગુજરી ગયો છે. હાથ સાથે તેની હાઇટ પણ સૌથી વધારે હતી. રોબર્ટ પર્શિંગ વાડલોના હાથ હાથના કાંડાથી લઈને વચ્‍ચેની આંગળીની ટોચ સુધીની લંબાઈ ૩૨.૩ સેમી હતી.(

(9:49 AM IST)