<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th January 2025

વર્ષના અંત સુધીમાં અમેરિકાની આ આધુનિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ મળી જશે તેવો તાઈવાને ખુલાસો કર્યો હોવાની માહિતી

નવી દિલ્હી:  તાઈવાનની મિનિસ્ટ્રી ઓફ નેશનલ ડિફેન્સ (એમઓએનડી) એ જાહેર કર્યું હતું કે 2024માં યુએસ સાથે કરાયેલા કરારો પ્રમાણે નવી એર ડિફેન્સ સિસ્ટમ તાઈવાનને મળી જશે. પરંતુ તેમાં થોડો સમય જશે. કારણ કે તે એર ડીફેન્સ સીસ્ટીમ તદ્દન આધુનિક અને પૂરેપૂરી સક્ષમ બનાવવાની છે. તેથી આ વર્ષના અંત સુધીમાં તે પ્રાપ્ય થઈ શકશે.
તાઈવાનનાં સંરક્ષણ મંત્રાલયને ટાંકતા તાઈપી ટાઇમ્સ વધુમાં જણાવે છે કે આ ઉપરાંત નોર્વેજિયન એડવાન્સ્ડ સર્ફેસ-ટુ એર મિસાઈલ સિસ્ટમ (એનઓએસએએમએસ) એક એલ-બેન્ડ ઇલેકટ્રોનિક એરે રડાર એન્ડ એકેનોન એલ બેન્ડ ઇલેકટ્રોનિક એરે રેડાર પણ તાઇવાનને મળવાના છે.
આ સાથે તાઈવાનની ડીફેન્સ મીનીસ્ટ્રીએ જણાવ્યું હતું કે સામ્યવાદી ચીનની હરકતોને લીધે આ NASAMS તાઈવાનની સંરક્ષણ તાકાતને વધુ શક્તિશાળી બનાવશે. તેનો યુક્રેનમાં ઉપયોગ થઈ રહ્યો છે. તેમાં ઓટો મેટેડ ડીટેકશન કેપેબિલીટી ડીસ્ટ્રીબ્યુટેડ ફાયર પાવર કેપેબિલીટીઝ, સપોર્ટિંગ કમાન્ડ અને કંટ્રોલ કોમ્પોનન્ટ પણ છે. આધુનિક રેડાર ડિટેકશન રેઇઝ વધારશે. તેટલું જ નહીં પરંતુ જાનિંગ કે ઇન્ટર ફીયરન્સથી પણ તે સલામત હશે.

 

(5:23 PM IST)