તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 13th January 2025
આઈવીએફની મદદથી ઓછો મિથેનવાયુ છોડતી ગાયો હવેથી પેદા કરી શકાશે

નવી દિલ્હી: ૧૮ ટકા જેટલો હાનિકારક મિથેનવાયુ ગાય જેવા પશુઓના ઓડકાર દ્વારા વાતાવરણમાં ભળે છે ત્યારે સ્કોટલેન્ડમાં એક કુલ કાઉઝ પરિયોજના હેઠળ આઇવીએફની મદદથી એવી વાછરડીઓ પેદા કરવામાં આવશે જે સામાન્ય ગાયોની સરખામણીમાં મિથનવાયુનું હવામાં ઓછું ઉત્સર્જન કરશે. કુલ કાઉઝ પરિયોજનાનો ઉદ્ેશ ડેરી ઉધોગમાં નેટ જીરો ઉત્સર્જનના લક્ષ્ય સુધી પહોંચવાનો છે. પ્રાપ્ત માહિતી અનુસાર સ્કોટલેન્ડમાં ડંફ્રીઝમાં આઇવીએફથી જન્મેલી વાછરડીનું નામ હિલ્ડા રાખવામાં આવ્યું છે. હિલ્ડા લેંગહિલ નામના ગુ્પનો એક હિસ્સો છે. બ્રિટનના ડેરી ઉધોગમાં ૫૦ વર્ષથી પણ વધુ ગુ્પ ડેટાનો ઉપયોગ કરવામાં આવી રહયો છે. હિલ્ડા ૧૬ મી પેઢીનું પ્રથમ સદસ્ય છે અને આઇવીએફથી જન્મેલી પ્રથમ છે. હિલ્ડાના માતાના બીજને એક પ્રયોગશાળામાં ફર્ટિલાઇઝ કરવામાં આવ્યું હતું. વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે આ પ્રક્રિયાની મદદથી ગુ્પની આગલી પેઢી પહેલાની સરખામણીમાં આઠ મહિના પહેલા આવી શકશે આ પ્રક્રિયાને દોહરાવવામાં આવશે. આનાથી જીનેટિક લાભ મેળવીને પાચન સુધારવા પર ભાર મુકવામાં આવે છે. ચયાપચય અને પ્રજનન ક્ષમતામાં વધારો કરીને મિથેન વાયુનું ઉત્પાદન ઘટાડવામાં આવશે.
(6:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
