તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th January 2025
ઇઝરાયલ-હમાસ વચ્ચે ચાલી રહેલ યુદ્ધ રોકાઈ શકવાની શક્યતાઓ

નવી દિલ્હી: ગાઝા પટ્ટીમાં ઈઝરાયલ અને હમાસની વચ્ચે ચાલુ યુદ્ધ હવે રોકાઈ શકે છે. જાણકારી અનુસાર ઈઝરાયલ અને હમાસની વચ્ચે સીઝફાયરને લઈને સહમતિ બની ગઈ છે. બુધવારે સીઝ ફાયર કરાર થવાની જાહેરાતની સાથે જ ગાઝામાં 15 મહિનાથી ચાલુ વિનાશકારી યુદ્ધ હવે ખતમ થઈ શકે છે. આ ડીલ હેઠળ ઈઝરાયલના બંધકો પણ મુક્ત થશે. જેને ઓક્ટોબર 2024માં હમાસે બંધક બનાવી લીધા હતા અને ગાઝામાં સંતાડી રાખ્યા છે પરંતુ ઈઝરાયલ અને હમાસ કઈ શરતો પર સહમત થયા છે? આ કરાર ક્યારથી શરૂ થશે? તે બંધક કેવી રીતે મુક્ત થશે જે હમાસની કેદમાં છે? આવો જાણીએ... જાણકારી અનુસાર, ઈઝરાયલ અને હમાસની વચ્ચે ગાઝામાં સીઝફાયરનો કરાર રવિવાર 19 જાન્યુઆરીની તારીખથી લાગુ થશે. કતારની રાજધાની દોહામાં આને લઈને ઘણા અઠવાડિયાથી ચર્ચા કરવામાં આવી રહી હતી. બુધવારની રાત્રે આ કરારની જાહેરાત કરવામાં આવી છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના કાર્યાલયે કહ્યું છે કે મને આશા છે કે કરારના વિગતોને ટૂંક સમયમાં અંતિમ રૂપ આપવામાં આવશે. ઈઝરાયલ અને હમાસની વચ્ચે થયેલા કરારમાં હમાસ તરફથી તબક્કાવાર બંધકોની મુક્તિ, ઈઝરાયલમાં સેંકડો પેલેસ્ટિનિયન કેદીઓની મુક્તિ અને ગાઝામાં વિસ્થાપિત હજારો લોકોને પાછા ફરવાની પરવાનગી આપવી સામેલ છે. કરાર હેઠળ ગાઝા વિસ્તારમાં અત્યંત જરૂરી માનવીય મદદ પણ પહોંચાડવામાં આવશે. ઈઝરાયલ અને હમાસની વચ્ચે સીઝફાયરનો પહેલો ફેઝ કુલ 42 દિવસોનો હોઈ શકે છે. હમાસની શરત એ છે કે સીઝફાયર ડીલના પહેલા તબક્કામાં ઈઝરાયલી સેના ગાઝા સરહદથી 700 મીટર પાછળ પોતાના વિસ્તારમાં જતી રહેશે. સીઝફાયર ડીલના પહેલા ફેઝમાં હમાસ 33 બંધકોને મુક્ત કરી શકે છે. જેમાં 5 મહિલાઓ સામેલ છે. ઈઝરાયલ તેની સામે 250 પેલેસ્ટિનિયન કેદીઓને છોડશે. તેના 15 દિવસ બાદ હમાસ અન્ય બંધકોને મુક્ત કરશે. આ દરમિયાન બંને પક્ષ સ્થાયી સીઝફાયર પર વાત કરશે.
(5:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
