તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th January 2025
ઇઝરાયલે ગાઝા પર કરેલ એરસ્ટ્રાઈક 75ના મૃત્યુના સમાચાર

નવી દિલ્હી: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ૧૫ મહિનાથી ચાલતા યુદ્ધનો યુદ્ધવિરામ ૧૫ કલાક પણ ટક્યો નથી. ઇઝરાયેલે ગાઝામાં હુમલો કરતાં ૭૫ના મોત થયા છે અને ૨૦૦થી વધુ ઘાયલ થયા છે. ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ જણાવ્યું હતું કે હમાસે છેલ્લી ઘડીએ ઉઠાવેલા વાંધાના લીધે છેલ્લી મિનિટે આ ડીલ અટકી ગયું હતું. જ્યારે અમેરિકા અને કતારે ડીલ થયાની જાહેરાત કરી દીધી હતી. ગાઝામાં યુદ્ધવિરામની ઉજવણી કરી રહેલા પેલેસ્ટાઇનીઓ પર જ ઇઝરાયેલીઓ બોમ્બાર્ડિંગ કર્યુ હતું. ગાઝાવાસીઓએ જણાવ્યું હતું કે જ્યારે પણ યુદ્ધવિરામ થવાનો હોય ત્યારે ઇઝરાયેલ આ પ્રકારનું બોમ્બાર્ડિંગ કરે જ છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ઇઝરાયેલના અત્યાર સુધીના આ અત્યંત જોખમી હુમલામાં કુલ ૭૫ના મોત થયા છે અને ૨૦૦થી વધુ ઇજા પામ્યા છે. ઇઝરાયેલની કેબિનેટે આ યુદ્ધવિરામને મંજૂરી જ આપી ન હતી. અગાઉ પણ યુદ્ધવિરામની વાત થઈ ત્યારે બંને પક્ષોએ એકબીજા પરના હુમલા વધુ આકરા બનાવ્યા હતા. ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ગાઝાની બે હોસ્પિટલોમાં ઇઝરાયેલના હવાઈ હુમલામાં માર્યા ગયેલાઓના મૃતદેહો લાવવામાં આવ્યા છે, હાલનો આંકડો તે પ્રારંભિક આંકડો છે. વાસ્તવિક મોતનો આંકડો આનાથી પણ વધારે હોઈ શકે છે. અગાઉ ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ જણાવ્યું હતું કે છેલ્લી મિનિટે આવેલી કટોકટીના લીધે હમાસે લાંબા સમયથી રાહ જોવાતી હતી તે યુદ્ધવિરામને અટકાવી દીધો છે. યુદ્ધવિરામ થયો હોત તો ગાઝામાં ચાલતો સંઘર્ષ અટકી જાત અને બંધકોને મુક્તિ મળી હોત. અમેરિકન પ્રમુખ જો બાઇડેન અને ચાવીરુપ મધ્યસ્થી કતાર આ ડીલ પૂરુ થયાની જાહેરાત કરી તેના ગણતરીના કલાકોમાં જ નેતન્યાહુએ સંકેત આપવા માંડયા હતા કે આ ડીલ થયું નથી, તેને લઈને ઘણા સવાલ છે.
(5:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
