<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th January 2025

ગૂગલ ક્રોમ માટે આવ્યું નવું ફીચર:AIની મદદથી કરી શકાશે આ કામ

નવી દિલ્હી: ગૂગલ હાલમાં એક નવું ફીચર ટેસ્ટ કરી રહ્યું છે. આ ફીચર તેના ક્રોમ બ્રાઉઝર માટે છે અને એ એક AI આધારિત છે, જે વેબસાઇટ પર આવતી પોપ-અપ એડ્સને બ્લોક કરશે. આ ફીચરને પરમિશનAI નામ આપવામાં આવ્યું છે. આ ફીચર યુઝરના લોકેશન અને નોટિફિકેશન માટેની સતત આવતી વિનંતીઓને સમજે છે અને તેના આધારે કામ કરશે. પરમિશનAIને બે સર્વિસનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે. ગૂગલની પરમિશન પ્રીડિક્શન સર્વિસ અને જેમિની નેનો વર્ઝન 2નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બન્ને સર્વિસ યુઝરના ઉપયોગનું પરિક્ષણ કરશે અને એ અનુસાર કામ કરશે. યુઝરે ભૂતકાળમાં કઈ વેબસાઇટ અને કઈ પોપ-અપ વિન્ડોને પરવાનગી આપી છે અને કોને નથી આપી એ દરેક બાબતને ધ્યાનમાં રાખવામાં આવશે. જો યુઝર સતત વિનંતીઓને રીજેક્ટ કરતો હશે તો આ ફીચર પોપ-અપ વિન્ડોને પહેલેથી જ બ્લોક કરી દેશે અને યુઝરને એ દેખાડશે પણ નહીં. આથી, યુઝરનો સમય બચી જશે. ઘણી વેબસાઇટ પર સતત પોપ-અપ એડ્સ આવતી રહે છે, જેનાથી હવે યુઝરને છૂટકારો મળી જશે.

 

(7:49 PM IST)