<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

આ બહેન પતિ પાસેથી વસૂલે છે મહિને ૧૭,૯૩૮ રૂપિયાનો વુમન ટેક્‍સ

નવી દિલ્‍હી, તા.૨૦: સોશ્‍યલ મીડિયા પર વાઇરલ થયેલી એક પોસ્‍ટમાં કેમિલા નામની મહિલા એક વિડિયોમાં કહે છે મેં બે પેઇનફુલ પ્રેગ્નન્‍સી ધારણ કરી સર્જિકલ ડિલિવરી દ્વારા બે બાળકોને જન્‍મ આપ્‍યો છે અને બાળકોને હું જાળવું છું એ માટે મારો પતિ મને વુમન ટૅક્‍સ આપે છે. વર્ષે કુલ ૨,૬૩,૮૦૬ રૂપિયા વુમન ટૅક્‍સ મેળવતી કેમિલા જણાવે છે કે આ આઇડિયા મારા પતિનો જ છે. આ રૂપિયા તે મે બે ઇન્‍સ્‍ટૉલમેન્‍ટમાં આપે છે. જેમાંથી મારા મૅનિકયૉર, પેડિકયૉર, બ્‍યુટી પાર્લરની ટ્રીટમેન્‍ટ્‍સ અને બીજા પર્સનલ ખર્ચા નીકળે છે અને મને ખુશી મળે છે. હજારો લોકોએ આ વિડિયો જોઈને પ્રતિક્રિયા આપી છે. કોઈકે મજાકમાં કહયું છે કે તારી વાતો માનવા માટે તારા પતિને મૅન ટૅક્‍સ મળવો જોઈએ. બીજા કોઈકે લખ્‍યું છે કે દરેક પતિએ પોતાનીની કદર કરવા માટે આટલું તો કરવું જોઈએ.

(9:48 AM IST)