News of Monday, 20th January 2025
ગોળના ઉત્પાદનમાં હવે સોલાર એનર્જીનો ઉપયોગ થતો હોવાની માહિતી

નવી દિલ્હી: દેશમાં ખાંડ બજાર તથા ઉદ્યોગમાં તાજેતરમાં પ્રવાહો પલ્ટાતા રહેતાં તેની અસર ગોળ બજાર તથા ઉદ્યોગ પર પણ જોવા મળી છે. તાજેતરમાં મકરસંક્રાતિ તથાસ ઉતરાણના તહેવારોના માહોલમાં ગોળ બજારમાં ચિક્કી ઉત્પાદકોની માગ ખાસ્સી વધ્યાના વાવડ મળ્યા હતા. તલ બજારમાં પણ તહેવારોની માગ તાજેતરમાં જોવા મળી હતી.મહારાષ્ટ્રના જલગાંવ બજારના તાજેતરમાં મળેલા સમાચાર મુજબ ત્યાં ગોળના ભાવ કિલોના રૂ.૫૫થી વધી રૂ.૬૫ જોવા મળ્યા હતા. ગોળની પાંચ કિલોની ભીલીના ભાવ રૂ.૨૭૫ તથા ૧૦ કિલોના ભાવ રૂ.૫૨૦ સુધી કવોટ થયાના વાવડ મળ્યા હતા. દરમિયાન, ભારતાં ૨૦૨૪-૨૫ના ખાંડ વર્ષમાં ખાંડની માગઆશરે ૨૮૦ લાખ ટન જેટલી રહેવાનો અંદાજ બહાર પડયો છે. પાછલા વર્ષ કરતાં આ અંદાજ આશરે ૧૪થી ૧૫ ટન ઓછો બતાવાયો છે. ઈન્ડિયન સુગર એન્ડ બાયોએનર્જીં મેન્યુફેકચર્સ એસોસીએશનના સૂત્રોના જણાવ્યા મુજબ નવી મોસમના પ્રથમ ચાર મહિનામાં ડોમેસ્ટીક સેલના ક્વોટા આશરે સાત લાખ ટન ઓછા આપવામાં આવ્યા છે. ગયા વર્ષે આ ગાળામાં લોકસભાની ચૂંટીણીને અનુલક્ષીને ડોમેસ્ટીક સેલના ક્વોટા ઉંચા આપવામાં આવ્યા હતા. વર્તમાન ખાંડ મોસમના પ્રથમ ચાર મહિનામાં દેશમાં ખાંડનું ઉત્પાદન આશરે ૧૫થી ૧૬ ટકા ઘટી ૯૫ લાખ ટન આસપાસ થયું છે. આ ગાળામાં મહારાષ્ટ્રમાં ઉત્પાદનમાં વિશેષ પીછેહટ જોવા મળી છે. ગયા વર્ષે આ ચાર મહિનામાં દેશવ્યાપી ધોરણે ખાંડનું ઉત્પાદન આશરે ૧૧૩ લાખ ટન આસપાસ નોંધાયું હતું. વિશ્વ બજારમાં ખાંડના ભાવ ઘટી ૩ વર્ષના તળિયે ઉતર્યા હતા. દરમિયાન, નવી મુંબઈ જથ્થાબંધ ખાંડ બજારમાં ક્વિ.ના ભાવ તાજેતરમાં જાતવાર નીચામાં રૂ.૩૫૯૬થી ૩૬૯૨ તથા ઉંચામાં ૩૬૮૨થી ૩૮૪૦ સુધી જોવા મળ્યા હતા. નેશનલ કો-ઓપરેટીવ ડેવલપમેન્ટ કોર્પોરેશને તાજેતરમાં સેન્ટ્રલ સેક્ટર સ્કીમ હેઠળ ધિરાણ દરોમાં ઘટાડો કરતાં સહકારી ક્ષેત્રની ખાંડ મિલો પર દબાણ હળવું થશે તથા ખેડૂતોને પણ રાહત થશે એવું જાણકારોએ જણાવ્યું હતું.
(6:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
