તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st January 2025
રિસાયક્લિંગમાં થઇ નવી ટેક્નોલોજીની શોધ :પ્લાસ્ટીકના કચરામાંથી સાબુ બનાવવામા આવ્યો

નવી દિલ્હી: પ્લાસ્ટિકનો ફરી ઉપયોગ કરીને ઘણી વસ્તુ બનાવવામાં આવે છે. ઘણાં લોકોએ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની કોશિશ કરી છે. જોકે અમેરિકાના વર્જિનિયાના એક રિસર્ચર દ્વારા પ્લાસ્ટિકમાંથી સાબુ બનાવવામાં આવ્યો છે. દુનિયાભરમાં પ્લાસ્ટિકનું પ્રદૂષણ ખૂબ જ વધી રહ્યું છે ત્યારે આ શોધથી ઘણું પરિવર્તન લાવી શકાય છે. વર્જિનિયા પોલિટેક્નિક ઇન્સ્ટીટ્યૂટ ઍન્ડ સ્ટેટ યુનિવર્સિટીના ગ્રેગ લિયુ દ્વારા એક પદ્ધતિ શોધવામાં આવી છે. આ પદ્ધતિનો ઉપયોગ કરીને પ્લાસ્ટિકને સાબુમાં રૂપાંતર કરી શકાય છે. આ ઇનોવેશનની મદદથી પ્લાસ્ટિકના પ્રદૂષણની સમસ્યા તો દૂર થઈ શકે છે, પરંતુ સાથે જ જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ બનાવી શકાય છે. સાબુ બનાવવા માટે ફેટી એસિડ્સનો ઉપયોગ થાય છે. એમાં જે મોલેક્યુલ્સ આવે છે એ મોલેક્યુલ્સ અને પોલિથિનના મોલેક્યુલ્સમાં ખૂબ જ સામ્યતા છે. પોલિથિન એક સામાન્ય પ્લાસ્ટિક છે. રિસર્ચર દ્વારા પોલિથિનને કન્ટ્રોલ્ડ ટેમ્પરેચર પર ગરમ કરવામાં આવ્યું હતું અને તેના કારણે લાંબી કાર્બન ચેઇન તૂટીને ટૂંકા મોલેક્યુલ્સ બન્યા હતા જે મિણબત્તી જેવા લાગે છે. ત્યાર બાદ આ મોલેક્યુલ્સ પર પ્રોસેસ કરીને એનું સાબુમાં રૂપાંતર કરવામાં આવે છે. આ પ્રોસેસને સેપોનિકેશન કહેવામાં આવે છે. આ પદ્ધતિ દ્વારા ઘણાં ફાયદા થઈ શકે છે. આ પદ્ધતિ દ્વારા પોલિથિન અને પોલિપ્રોપોલિન બન્નેને પ્રોસેસમાં લઈ શકાય છે. આથી રિસાયકલિંગના વિકલ્પો વધી જાય છે અને સરળતા પણ રહે છે. આ પ્રોસેસ ખૂબ જ સરળ અને ખર્ચ ઘટાડનારી પણ છે. આ સાથે જ આ પ્રોસેસ દ્વારા જે સાબુ બનાવવામાં આવે છે તેનું વજન પ્લાસ્ટિક કરતાં વધારે હોય છે. આથી આ પદ્ધતિ આર્થિક દૃષ્ટિએ પણ ખૂબ જ સારી છે.
(6:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
