News of Wednesday, 22nd January 2025
શપથ લીધાના પહેલા જ દિવસે ટ્રમ્પએ કર્યા 80 એક્ઝીક્યુટિવ ઓર્ડર

નવી દિલ્હી: અમેરિકાના પ્રમુખ તરીકે શપથવિધીના કલાકો પછી જ યુનાઇટેડ સ્ટેટ્સના ૪૭મા પ્રમુખ તરીકે ડોનલ્ડ ટ્રમ્પે ૮૦ જેટલા એક્ઝીક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને તેમના ચૂંટણી એજન્ડાનો અમલ શરૂ કરી દીધો છે. પ્રમુખ તરીકે પહેલા જ દિવસે ડોનાલ્ડ ટ્રમ્પે પેરિસ કરારના અમલ સહિત ભૂતપૂર્વ પ્રમુખ બાઈડેને આપેલા એક ડઝન જેટલા આદેશોને રદ કરવા સાથે કુલ ૮૦ એક્ઝિક્યુટિવ ઓર્ડર આપ્યા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પે શપથ ગ્રહણ કર્યા પછી ઉદઘાટન સંબોધન કર્યું હતું અને ત્યાંથી સીધા કેપિટોલ વન એરેના પહોંચ્યા હતા. ટ્રમ્પે વોશિંગ્ટનના કેપિટોલ વન એરેના ખાતે પહેલા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સહી કરીને તમામ ફેડરલ કર્મચારીઓ માટે ઓફિસમાં ફુલ ટાઈમ હાજર રહેવાનું ફરજિયાત કર્યું હતું. ટ્રમ્પે ભૂતપૂર્વ ડેમોક્રેટિક સરકારના અનેક મહત્વપૂર્ણ હુકમોને રદ કર્યા છે. ટ્રમ્પે યુ.એસ.ને પેરિસ કરાર અને વિશ્વ આરોગ્ય સંસ્થામાંથી બહાર કાઢીને નવા ફેડરલ નિયમો પર કામચલાઉ રીતે સ્થગિત કરવા સહિતના આદેશ આપ્યા છે. ટ્રમ્પે તેમના પહેલા કાર્યકાળમાં પેરિસ સંધી રદ કરી દીધી હતી, પરંતુ જો બાઈડેને પ્રમુખ બન્યા પછી ટ્રમ્પનો આદેશ રદ કરી ક્લાઈમેટ ચેન્જ માટેની પેરિસ સંધીનો અમલ શરૂ કર્યો હતો. હવે ટ્રમ્પે એક્ઝિક્યુટિવ ઓર્ડર આપીને ફરીથી પેરિસ કરાર રદ કરી દીધો છે.
(5:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
