તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd January 2025
કેન્સરની સારવારને લઈને ORACLEના CEOએ કર્યો મોટો દાવો

નવી દિલ્હી: ઓરેકલના CEO લેરી એલિસને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, ટૂંક સમયમાં કેન્સર ડિટેક્શનથી માંડીને વેક્સિનેશન સુધી બધું 48 કલાકમાં કરી શકાશે. કેન્સર જેવી ખતરનાક બીમારી અંગે એલિસને બુધવારે મોટો દાવો કર્યો છે.
લેરી એલિસને કહ્યું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સાથે 48 કલાકની અંદર કેન્સરની જાણથી લઈને તેની કસ્ટમ વેકિસન પણ બનાવી શકાશે. કલ્પના કરો કે તમને કેન્સરના રોગની જાણ જલ્દી થઈ જશે. તમારા કેન્સર માટે ઝડપથી કસ્ટમ કેન્સર વેક્સિનનું ડેવલેપમેન્ટ થઈ જશે. જોકે, લેરીએ એ પણ કહ્યું કે, આ ભવિષ્યનો વાયદો છે. જો પોતાના વાયદા પ્રમાણે લેરી એલિસન કેન્સરની વેક્સિન બનાવવામાં સફળ થઈ જશે તો રશિયા બાદ અમેરિકા બીજો દેશ બની જશે, જે કેન્સર જેવી જીવલેણ બીમારી સામે વેક્સિન તૈયાર કરી લેશે. અમેરિકા માટે શક્ય તેટલી વહેલી તકે વેક્સિન બનાવવી એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે કારણ કે, રશિયા એલાન કરી ચૂક્યું છે કે, તેમના દેશમાં 2025થી કેન્સરની વેક્સિન લાગવાનું શરુ થઈ જશે. રશિયા તેના નાગરિકોને આ વેક્સિન મફતમાં આપશે. આવી સ્થિતિમાં અમેરિકા આ મોટી સિદ્ધિમાં રશિયાથી પાછળ રહેતું નજર આવી રહ્યું છે. કેન્સરની સારવારને લઈને અમેરિકામાં પહેલાથી જ ઘણા પગલાં લેવામાં આવી રહ્યા છે. મે 2024માં ફ્લોરિડા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ 4 કેન્સરના દર્દીઓ પર પર્સનલાઇઝ્ડ વેક્સિન ટેસ્ટ કર્યું હતું. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો હતો કે વેક્સિનેસનના બે દિવસ બાદ જ દર્દીઓમાં મજબૂત રોગપ્રતિકારક શક્તિનો ઉત્પન્ન થઈ ગઈ હતી.
(5:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
