News of Tuesday, 28th January 2025
15 સ્માર્ટવોચના બેન્ડ પર જોવા મળ્યા ઝેરી કેમિકલ

નવી દિલ્હી: હાલમાં જ અમેરિકાની યુનિવર્સિટી ઓફ નોત્ર દામ દ્વારા સ્માર્ટવોચના બેન્ડને લઈને એક ચોંકાવનારો રિસર્ચ રિપોર્ટ જાહેર કરાયો છે. આ રિપોર્ટ પ્રમાણે, દુનિયાની અનેક સ્માર્ટવૉચના બેન્ડમાં કેન્સર થઈ શકે એવા જીવલેણ કેમિકલ્સ છે. 'ફોરએવર કેમિકલ્સ' તરીકે ઓળખાતા આ તત્ત્વો વૈજ્ઞાનિક ભાષામાં પોલિફ્લૂરોઆલ્કલાઈલ (PFAS) તરીકે જાણીતા છે. એપલ, ગૂગલ, સેમસંગ, ફિટબિટ, મોડલ, કિંગ ઓફ કિંગ્સ (KingofKings) કેસિટિફાય (CASETiFY), ટાઈસેન ( Tighesen) અને વનુજા ( Vanjua) સહિત કુલ 15 કંપનીની સ્માર્ટવૉચ બેન્ડમાં આ જીવલેણ કેમિકલ જોવા મળ્યા છે, જે અનેક પ્રકારના કેન્સરની સાથે હોર્મોનલ, કિડની અને પ્રોસ્ટેટને લગતી બિમારીઓ નોંતરે છે. PFAS સાદી ભાષામાં ફોરએવર કેમિકલ્સ તરીકે ઓળખાય છે. આ એવા કેમિકલ્સ છે, જેનો અનેક વિયરેબલ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સમાં ઉપયોગ થાય છે. આ કેમિકલ્સમાં સિન્થેટિક કમ્પાઉન્ડ હોય છે, જે પ્રોડક્ટને પાણી અને તેલ જેવી વસ્તુઓથી સુરક્ષા કરે છે. જો કે, નિષ્ણાતોના મતે આ કેમિકલના કારણે પર્યાવરણ અને માનવ શરીરને જીવલેણ નુકસાન થાય છે. સ્માર્ટવોચમાં PFASનો જોખમી રીતે ઉપયોગ થાય છે. આ કેમિકલ ચામડી સાથે સતત સંપર્કમાં રહેવાના કારણે જીવલેણ બીમારી થવાની શક્યતાઓ વધી જાય છે. હાથમાં પરસેવો થાય છે, ત્યારે આ બેન્ડ પરનું કેમિકલ ચામડીમાંથી શરીરમાં જાય છે અને ત્યાંથી એ સીધું લોહીમાં પ્રવેશે છે. તેના કારણે ખૂબ જ ગંભીર બીમારી થવાની શક્યતાઓ વધી જાય છે. એટલું જ નહીં, તેનાથી કેન્સર તેમજ કિડની અને પ્રોસ્ટેટની લગતી બિમારીઓ પણ થઈ શકે છે.
(6:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
