News of Tuesday, 28th January 2025
ચીને કૈલાશ માનસરોવર યાત્રા શરૂ કરવા માટે સંમત થયું હોવાના સમાચાર

નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે સોમવારે કૈલાસ માનસરોવરની યાત્રા ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી અને ચીનના મંત્રી વાંગ યી વચ્ચે થયેલી મુલાકાતમાં આ નિર્ણય લેવામાં આવ્યો. આ યાત્રા ૨૦૨૦માં ગલવાન ઘાટી પરના હુમલાથી બંધ હતી. આ ઉપરાંત બંને દેશ વચ્ચે સીધા ઉડ્ડયન શરુ કરવા પર પણ સૈદ્ધાંતિક સંમતિ બની છે. આના પગલે દિલ્હી અને બૈજિંગ વચ્ચે ફ્લાઇટ શરૂ થશે. આમ હાલમાં ચાલતા મહાકુંભ વચ્ચે વધુ એક સારા સમાચાર આવ્યા છે. ભારતની દુનિયાભરમાં વધતી ધાક અને ડૉનાલ્ડ ટ્રમ્પના સતત દબાણને લીધે હવે ચીન ''બેક-ફૂટ'' પર આવી ગયું છે. તેની સાબિતી ભારતના વિદેશ ''સચિવ'' વિક્રમ મિસ્ત્રીની ચીનના ''વિદેશ મંત્રી'' વાંગ-ચી સાથેની મુલાકાત ઉપરથી મળી શકે છે.ચીનના વિદેશ મંત્રી વાંગ-ચીએ કહ્યું : ''બંને દેશોએ એકબીજા ઉપર સંદેહ અને અલગતા ન રાખતા આપસી સમજણ અને આપસી સમર્થન અંગે પ્રતિબદ્ધતા દર્શાવવી જોઈએ.''ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી ભારત-ચીન સંબંધોને વધુ સારા કરવા, ચીની અધિકારીઓ સાથે મંત્રણા કરવા અહી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે વાંગ-ચી વિદેશ મંત્રી હોવા ઉપરાંત સત્તારૂઢ શક્તિશાળી રાજનીતિક-બ્યુરોના સભ્ય છે અને ભારત-ચીન સીમા તંત્ર અંગેના ચીનના વિશેષ પ્રતિનિધિ પણ છે. ભારતના વિશેષ પ્રતિનિધિ અજિત ડૉભાલ છે. જેઓ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પણ છે. મિસ્ત્રીની મુલાકાત પૂર્વે ગયા મહિને વિશેષ પ્રતિનિધિતંત્ર નીચે ડૉભાસ અને વાંગ વચ્ચે પણ મંત્રણા થઈ હતી.
(6:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
