News of Wednesday, 29th January 2025
ચીનના ઝૂમાં વાઘના યુરિનને ઔષધ ગણીને કારોબાર ચલાવવામાં આવતો હોવાના સમાચાર

નવી દિલ્હી: ઘણી બાબતોમાં ચીનનું કલ્ચર અને જનજીવન અત્યંત અટપટ્ટુ અને વિશિષ્ટ પ્રકારનું છે. વિવાદો સાથે ચીનને ખૂબજ જુનો નાતો છે. વુહાન લેબમાંથી કોરાના વાયરસ સમ્રગ દુનિયામાં ફેલાતા ચીન માટે નકારાત્મક લાગણીઓ ફરી વળી હતી. તાજેતરમાં ચીનનું એક વર્લ્ડ કલાસ પ્રાણી સંગ્રહાલય (ઝુ) વાઘના પેશાબને (યુરિન) લઇને ચર્ચામાં આવ્યું છે. આ ઝુમાં વાઘનું યુરિન બોટલમાં ભરીને વેચવામાં આવે છે. એવો દાવો કરવામાં આવે છે કે વાઘનું યુરિન રુમેટોઇજ ગઠિયા અને બીજી અનેક બીમારીઓમાં સાજા કરે છે. જો કે કેટલાક વાઘના પેશાબ માટેના દાવાઓથી ભડકી ગયા છે. સોશિયલ મીડિયામાં આવા કઢંગા અને ભ્રામક દાવાઓ અંગે નારાજગી વ્યકત કરી રહયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર વાઘના યુરિનના ઔષધિય ઉપયોગ અંગેનો દાવો દક્ષિણ પશ્ચિમી ચીનના સિચુઆન પ્રાંતમાં યાન બિફેંગકિસયા બ્લાઇફલાઇફ ઝુએ કર્યો છે. જાનવરના યુરિનમાં વાઇટ વાઇનનું મિશ્રણ કરવાથી વધારે સારું પરિણામ મળે છે. સાઉથ ચાઇના પોસ્ટમાં પ્રકાશિત માહિતી મુજબ સાઇબેરિયાઇ વાઘના ૨૫૦ ગ્રામ યુરિનને ૭ ડોલરમાં વેચવામાં આવી રહયું છે. ભારતીય મૂલ્યની વાત કરીએ તો ૨૫૦ ગ્રામ વજનનના ૬૦૦ રુપિયા થાય છે. રિપોર્ટ અનુસાર બોટલો પર લખ્યુ છે કે આનાથી મચકોડ અને માંસપેશીઓના દર્દથી આરામ મળે છે. આદુના ટુકડાની મદદથી પેશાબ અને વાઇનના મિશ્રણને દુખાવો થતો હોય તેવા ભાગ પર લગાવવું જોઇએ. આ સાથે એવી પણ ચેતવણી ઉચ્ચારવામાં આવી છે કે કોઇ પણ પ્રકારની એલર્જી થતી હોયતો ઉપયોગ બંધ કરવો જોઇએ. કેટલાક ચીની નિષ્ણાતો આવી દવાઓને ગતકડા માનીને પરંપરાગત ચીની ચિકિત્સાને બદનામ કરવામાં આવી રહી હોવાનો રોષ પ્રગટ કરી રહયા છે. વાઘનું યુરિન કયારેય પરંપરાગત ઔષધમાં ગણાયું નથી માટે ભરોસો નહી કરવા નિવેદન કરી રહયા છે.
(5:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
