<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd February 2025

બે ૫ુરૂષો મળીને બાળક પેદા કરી શકશે : ઐતિહાસિક સફળતા મળી

ચાઈનાના વૈજ્ઞાનિકોએ કમાલ કરીઃ વૈજ્ઞાનિકોને બે પિતાથી એક જીવન આપવામાં સફળતા મળી

બીજીંગ, તા.૩: શું બે પુરુષો બાળકને જન્‍મ આપી શકે? શું મા વિના બાળકનો જન્‍મ થવો શક્‍ય છે? આમ જોવા જઈએ તો, વર્ષોથી વૈજ્ઞાનિકો દાવો કરતા આવ્‍યા છે કે આવું શક્‍ય છે, પણ તેના પર સફળ પ્રયોગ થયો નહોતો. હવે ચીનમાં એક ઐતિહાસિક પ્રયોગ થયો છે, જેમાં વૈજ્ઞાનિકોને બે પિતાથી એક જીવન આપવામાં સફળતા મળી છે. જાણીએ આ પ્રયોગ એટલો મહત્‍વપૂર્ણ કેમ છે અને શું તે બે પુરુષોના બાળકોને જન્‍મ આપવાની સંભાવના છે?

 ચીની એકેડમી ઓફ સાયન્‍સિસના જીવવિજ્ઞાની ઝી કુન લીની આગેવાનીમાં ચીની શોધકર્તાઓની એક ટીમે સ્‍ટેમ સેલ એન્‍જિનિયરિંગનો ઉપયોગ કરીને આ માઈલસ્‍ટોન પ્રાપ્‍ત કર્યો છે. આ પહેલી વાર નથી જ્‍યારે વૈજ્ઞાનિકોએ જૈવિક મા વિના ઉંદરના બચ્‍ચાને જન્‍મ આપ્‍યો હોય, ૨૦૨૩માં જાપાનના શોધકર્તાઓએ પણ આવું કર્યું હતું. પણ આ ઉંદરનો જીવનકાળ મર્યાદિત હતો. આ વખતે ચીનમાં વૈજ્ઞાનિકોને આ પ્રયોગમાં સફળતા મળી છે. જેમાં બે પિતાવાળા ઉંદરે ન ફક્‍ત જન્‍મ આપ્‍યો, પણ બચ્‍ચું જવાન પણ થયું. પુરુષ સ્‍ટેમ સેલથી ઈંડા બનાવાનો અગાઉ પ્રયાસ નિષ્‍ફળ રહયો છે. જો કે સરોગેસી દ્વારા જૈવિક મા વિના બાળકો પેદા કરવાનો રસ્‍તો તો છે જ, પણ આ પ્રક્રિયામાં કેટલાય પડકારો છે. ચીનમાં આ ઐતિહાસિક પ્રયોગથી જન્‍મેલું ઉંદર, જો કે સ્‍વતંત્ર રીતે પ્રજનન કરવામાં અસમર્થ છે, પણ તેનું સ્‍વાસ્‍થ્‍ય અન્‍ય સમાન જાનવરોની તુલનામાં સારું છે અને તેમાં કોઈ સ્‍વાસ્‍થ્‍ય ખામી દેખાતી નથી.  ધ્‍યાન આપવા જેવી વાત એ છે કે આ અધ્‍યયનમાં ઉંદરના અડધા ભાઈ-બહેન વયસ્‍ક થવા સુધી જીવિત નથી રહયા, અને લગભગ ૯૦ ટકા ભ્રૂણ જીવિત ન રહી શક્‍યા. આ ટેકનિકને મનુષ્‍યો પર લાગુ કરતા પહેલા સફળતા દરમાં ઘણા સુધારાની જરૂર છે. જો કે, શોધકર્તાઓનું માનવું છે કે, તેમનું કામ માનવમાં અમુક આનુવંશિક માનસિક વિકારોને વધારે સારી રીતે સમજવામાં યોગદાન આપશે.

 ચીની વૈજ્ઞાનિકોનો આ પ્રયોગ આનુવંશિક એન્‍જિનિયરિંગના ક્ષેત્રમાં એક મોટી ઉપલબ્‍ધિ છે. જો કે તેને મનુષ્‍યો પર લાગુ કરતા પહેલા કેટલાય પડકારો છે, જેને દૂર કરવા પડશે. આ શોધ ભવિષ્‍યમાં પ્રજનન ટેકનિકમાં નવી દિશા આપી શકે છે અને એ લોકો માટે આશાનું કિરણ બની શકે છે, જે પરંપરાગત રીતે બાળકો પેદા કરવામાં અસમર્થ છે

(4:00 PM IST)