<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

સાઉદી અરબે ટ્રમ્પને આપ્યો મોટો ઝટકો

નવી દિલ્હી: ડોનાલ્ડ ટ્રમ્પની વ્હાઈટ હાઉસમાં વાપસીની સાથ જ એવી અટકળોએ જોર પકડ્યું હતું કે, તેમના બીજા કાર્યકાળમાં સાઉદી અરબ અને ઈઝરાયલ વચ્ચેના સંબંધો સામાન્ય થઈ જશે. પરંતુ ઈસ્લામિક દેશે સ્પષ્ટ કરી દીધું છે કે, જ્યાં સુધી પેલેસ્ટાઈન દેશનું નિર્માણ નહીં થાય ત્યાં સુધી ઈઝરાયલને માન્યતા નહીં આપશે. એવું માનવામાં આવે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ માટે આ એક મોટો ઝટકો છે. તેઓ સતત મિડલ ઈસ્ટના આ બે શક્તિશાળી દેશોને એકસાથે લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમના પહેલા કાર્યકાળ દરમિયાન તેમણે ઐતિહાસિક અબ્રાહમ કરાર કરાવ્યો હતો, જેના હેઠળ સંયુક્ત આરબ અમીરાતે (UAE) ઈઝરાયલને માન્યતા આપીને સમગ્ર વિશ્વને ચોંકાવી દીધુ હતું. તેથી હવે સવાલ એ ઊભો થાય છે કે શું અબ્રાહમ એકોર્ડ 2.0 ફેલ થઈ ચૂક્યું છે?
એક અહેવાલ પ્રમાણે સાઉદી અરબે બુધવારે સ્પષ્ટ કરી દીધું કે, જ્યાં સુધી પેલેસ્ટાઈન દેશનું નિર્માણ કરવામાં ન આવે ત્યાં સુધી તેઓ ઈઝરાયલ સાથે સંબંધો સ્થાપિત નહીં કરશે. સાઉદી અરબનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ગત મહિને પ્રમુખ બનેલા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, સાઉદી પેલેસ્ટાઈન દેશની માગ નથી કરી કહ્યું. એટલે કે સાઉદીએ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો આપ્યો છે, જે ઈસ્લામિક દેશના નજીકના માનવામાં આવે છે.
મંગળવારે ડોનાલ્ડ ટ્રમ્પે ચોંકાવનારું નિવેદન આપતા પેલેસ્ટિનિયનોને ઈજિપ્ત અથવા જોર્ડનમાં વસાવવાની માગ કરી હતી અને કહ્યું હતું કે ગાઝા પર અમેરિકાનું નિયંત્રણ સ્થાપિત થશે અને અમેરિકા તેનું પુનર્નિર્માણ કરશે. ટ્રમ્પના આ નિવેદનનો મુસ્લિમ દેશોમાં ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે આ નિવેદન આપ્યું ત્યારે ઈઝરાયના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પણ તેમની સાથે હતા.

 

(6:20 PM IST)