તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th February 2025
યુવતીઓને કેમ પસંદ આવે છે દાઢીવાળા પુરુષ?
ગુડ લુક નહીં, રિસર્ચમાં થયો મોટો ખુલાસો : દાઢીવાળા પુરુષો નવા જીવનસાથીની શોધમાં રહેતા નથી : ક્લીન શેવ પુરુષો વધુ સાથીની શોધ કરતા હોય છે. તેથી જ યુવતીઓને ક્લીન શેવને બદલે દાઢીવાળા પુરૂષો પર વધુ વિશ્વાસ કરે છે

નવી દિલ્હી તા. ૬: આ દુનિયામાં પહેલાં મોટાભાગના પુરૂષો દાઢી રાખવાનું પસંદ કરતા હતા, પરંતુ જેમ-જેમ સમય બદલાયો તેમ-તેમ તેઓ ક્લીન શેવ કરેલા જોવા મળ્યા. હવે ફરી એકવાર લોકોમાં દાઢી રાખવાનું ચલણ વધ્યું છે. જો કે, દાઢી રાખવી કે ક્લીન-શેવ રહેવું તે અંગે હજુ પણ મૂંઝવણ છે. દેખાવને લઈને બન્નેની પોતપોતાની દલીલો છે. જો કે, હોલિવૂડ કે બોલિવૂડના હીરો મોટાભાગે ક્લીન શેવન કરતા જોવા મળે છે, પરંતુ આજકાલ ઘણી ફિલ્મોની રિલીઝને કારણે દાઢીનો લુક છોકરીઓની પસંદ છે.
તમને શું લાગે છે, દાઢી રાખવાથી પુરુષો ગુડ લુકિંગ લાગે છે, તેથી જ છોકરીઓ તેમને પસંદ કરે છે. કદાચ, આ સાચું નથી કારણ કે ક્લીન શેવ અને બિયર્ડ લુક પર કરવામાં આવેલા રિસર્ચમાં બીજું કારણ બહાર આવ્યું છે. જે પ્રેમ, રોમાન્સ અને વિશ્વાસ સાથે સંબંધિત છે, આ જાણ્યા પછી તમે વિચારવા લાગશો કે ખરેખર આવું થાય છે.
વાસ્તવમાં આર્કાઈવ્સ ઓફ સેક્સ્યુઅલ બિહેવિયરના એક રિપોર્ટ અનુસાર, દાઢીવાળા પુરુષો નવા જીવનસાથીની શોધમાં રહેતા નથી. તેમની પાસે જે કંઈ છે તે તેઓ પોતાની સાથે રાખે છે. જ્યારે ક્લીન શેવ પુરુષો વધુ સાથીની શોધ કરતા હોય છે. તેથી જ યુવતીઓને ક્લીન શેવને બદલે દાઢીવાળા પુરૂષો પર વધુ વિશ્વાસ કરે છે.
સ્ટડીમાં ૧૮ થી ૪૦ વર્ષની વયના ૪૧૪ પુરુષોનો સમાવેશ થાય છે અને તેમના ચેહરા પર વાળ વધવાની અસરને સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જેમાં જાણવા મળ્યું હતું કે, જે પુરુષોના ચહેરા પર વાળ વધુ હોય છે તેઓ રોમેન્ટિક અને ફેમિલી બન્ને રીતે ઈન્વેસ્ટ કરવા માટે ઈચ્છુક હોય છે. પરિવારની સંભાળને પોતાનીજવાબદારી સમજે છે.
સ્ટડીમાં આ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે કે, ચહેરાના વધારાના વાળને સ્વચ્છ અને મેન્ટેન રાખવા માટે ઘણા એફર્ટ લગાવવા પડે છે. ચહેરાના વાળની દરરોજ સંભાળ માટે સમય, પ્રયત્ન અને સંસાધનોની જરૂર પડે છે. આમ, ચહેરા પર વધતા વાળની ઇન્સ્પિરેશન લોકોની સામે અલગ અને જવાબદાર દેખાવામાં મદદ કરે છે.
જો કે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પુરુષોમાં ચહેરાના વાળ વધવાની અસર પર આ પહેલો અભ્યાસ છે. ચહેરાના વાળના પ્રકારોના સ્પેક્ટ્રમની તપાસ કરવા માટે વધુ સંશોધનની જરૂર છે. કારણ કે આમાં માત્ર સ્વચ્છ ત્વચા અને હળવા વાળની અસર તપાસવામાં આવી છે. જો કે, તે સ્પષ્ટ છે કે ચહેરા પર વધુ વાળ હોવાનો ઉપયોગ પુરુષો દ્વારા અન્ય લોકોને જણાવવા માટે કરવામાં આવે છે કે તેમનો સામાજિક ઉદ્દેશ્ય રોમેન્ટિક સંબંધો અને કુટુંબ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.(૩૮.૫)
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
