<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

સમુદ્રમાં સૌથી વધુ ૧૬૩.૩૮ ફુટ ઊંડે જઈને થયું ફોટોશૂટ

૪૯.૮૦ મીટર (૧૬૩.૩૮ ફુટ)ની ઊંડાઈ પર ફોટોશૂટ કરીને ‘ડીપેસ્‍ટ અન્‍ડરવોટર ફોટોશૂટ'નો નવો વર્લ્‍ડ રેકોર્ડ બનાવ્‍યો ૧૬૪ ફુટ નીચે જતાં એક કલાક લાગ્‍યો હતો અને તૈયારી માટે મહિનાઓની ટ્રેઇનિંગ જરૂરી હતી

ફ્‌લોરિડા,તા.૭: અમેરિકાના ફ્‌લોરિડામાં કેનેડિયન ફોટોગ્રાફર સ્‍ટીવ હૅનિંગ, મોડલ સિયારા એન્‍ટોસ્‍કી તથા અમેરિકન ટેક્રિકલ ડાઇવર અને સેફ્‌ટી એક્‍સપર્ટ વેન ફ્રાઇમેન અને ટીમે સમુદ્રમાં ૪૯.૮૦ મીટર (૧૬૩.૩૮ ફુટ)ની ઊંડાઈ પર ફોટોશૂટ કરીને ‘ડીપેસ્‍ટ અન્‍ડરવોટર ફોટોશૂટ'નો નવો વર્લ્‍ડ રેકોર્ડ બનાવ્‍યો છે. આ પહેલાં સ્‍ટીવે ૧૩૧ ફુટની ઊંડાઈ પર ફોટોશૂટ કરી રેકૉર્ડ બનાવ્‍યો હતો.

આ અદ્વિતીય સિદ્ધિ મેળવવાના પ્રયાસ પહેલાં ફોટોગ્રાફર સ્‍ટીવ અને મોડલ સિયારાએ મહિનાઓ સુધી ડ્રાઇવિંગ, અન્‍ડરવોટર વાતચીત માટે હાથની સાઇન-લેન્‍ગ્‍વેજ વગેરે જેવી ટેક્રિકલ અને સેફ્‌ટી ટ્રેઇનિંગ લીધી હતી.

મોડલ સિયારા ખુલ્લા વાળમાં સફેદ ફ્‌લેરવાળા મિડી અને બ્‍લેક શૂઝમાં બહુ જ સુંદર, જલપરીસમાન લાગી રહી હતી. આટલા અઘરા ફોટોશૂટમાં પણ તે એકદમ સહજ અને સુંદર લાગી રહી હતી. આ ફોટોશૂટ માટે માત્ર ૧૫ મિનિટનો સમય લાગ્‍યો હતો, પણ ૧૬૪ ફુટ નીચે જતાં એક કલાક લાગ્‍યો હતો અને તૈયારી માટે મહિનાઓની ટ્રેઇનિંગ જરૂરી હતી. 

કોઈના સ્‍વાસ્‍થ્‍ય પર ખરાબ અસર ન થાય એ માટે સ્‍ટીવે સમય કરતાં જલદી ફોટોશૂટ પૂરું કર્યું હતું. ફોટોશૂટ બાદ વાતચીતમાં સ્‍ટીવે જણાવ્‍યું હતું કે તેઓ ફોટોશૂટ કરી રહ્યાં હતાં ત્‍યાં શાર્ક દેખાઈ હતી, પણ ટીમે એને દૂર ભગાવી હતી

(10:40 AM IST)